લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ સાંસદોને વિનંતી કરી છે કે તેઓ નાણાકીય વર્ષ 2020 માં કોવિડ 19 રોગચાળા સામે લડવા માટે જરૂરી સ્ક્રિનિંગ કીટ, માસ્ક, વ્યક્તિગત સુરક્ષા કીટ અને અન્ય તબીબી સાધનોની ઉપલબ્ધતા માટે તેમના સાંસદ ભંડોળ (MPLADS) માંથી ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનું દાન આપવાનાં મંજુરી સંબંધી સંમતિ ફોર્મ ભરીને Ministry of Statistics and Program Implementation ને મોકલે.
આ દરમિયાન રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહા, મનોજ તિવારી સહિતના ઘણા સાંસદોએ કોવિડ -19 સામે લડવા માટે તેમના સાંસદ ફંડ (MPLADS)માંથી એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
કોવિડ -19 રોગચાળાના સંદર્ભમાં લોકપ્રતિનિધિઓની મહત્વની ભૂમિકાનો ઉલ્લેખ કરતા બિરલાએ કહ્યું કે આવી કટોકટીમાં આપણી જવાબદારી ઘણી વધી જાય છે.
સાંસદો ગરીબોને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખે
તેમણે કહ્યું પ્રતિનિધિઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે લોકડાઉનનાં કારણે ગરીબ અને જરૂરીયાતમંદોને તેમની મૂળભુત જરૂરિયાતો મેળવવામાં કોઇ અવરોધ ન આવે.
તેમણે કહ્યું કે સાંસદોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમના સંસદીય મત વિસ્તારોમાં ગરીબ અને વંચિત લોકોને જન-સહયોગ દ્વારા અન્ન અને રોજિંદી જરૂરીયાતો પુરી પાડવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.