કોવિડ-૧૯ના યુગમાં અને જો જાય તો એની વિદાય પછી શહેરોમાં કામ કરવાની અને પહિવહન ઉપર પડનારી ંભવિત અસરો અંગે અભ્યાસ થયો હતો. એમાં જાણવા મળ્યું છે કે લોકડાઉન પાછુ ખેંચાયા પછી શહેરોમાં કમર્શિયલ ઓફિસ સ્પેસ અને રીયલ એસ્ટેટની માગમાં નોંધપાત્ર ઘટાડો થશે.
કંપનીઓ સામે ચાલીને કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ માટે ઉત્તેજન આપશે. અભ્યાસમાં બિઝનેસ લીડર્સ, નીતિના ઘડવૈયાઓ, સંશોધકો અને શિક્ષણવિદોના અભિપ્રાય માગવામાં આવ્યા હતા. એમણે કહ્યું કે બે વરસ માટે ઓફિસ સ્પેસ અને કમર્શિયલ રીયલ એસ્ટેટની માગમાં ૫૦થી ૬૦ ટકા ઘટાડો થશે.
વર્ક ફ્રોમ હોમ કલ્ચર વધુ ઝડપથી અને કદાચ કાયમી પગપેસારો કરે એવી શક્યતા નિષ્ણાતો નકારતા નથી. જેને પરિણામે મેટ્રો શહેરોના એક મોટો વર્ગ નાના શહેરોમાં અને મોકળાશભરી જગ્યા તરફ જવા પ્રેરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.