મહારાષ્ટ્રમાં ગઇકાલે MLC ચૂંટણીના પરિણામો આવ્યા હતા. તેમાં મહાવિકાસ અઘાડી સરકારને ઝાટકો લાગ્યો હતો. વિધાન પરિષદ ચૂંટણીમાં છમાંથી અઘાડીના માત્ર 5 ઉમેદવાર જીતી શકયા છે તો ભાજપના પાંચેય ઉમેદવારો જીતી ગયા અને ત્યારથી મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના સમાચાર સામે આવ્યા. આજે સવારથી તો મહારાષ્ટ્ર સરકારના નારાજ મંત્રી એકનાથ શિંદે સહિતના અન્ય ધારાસભ્યો ગુજરાત આવ્યાના સમાચારથી મહારાષ્ટ્ર સરકારમાં ભૂકંપની ચર્ચાએ વેગ પકડ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે.
સંજય રાઉતે આ સમગ્ર ઘટનાક્રમ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સી.આર.પાટીલે જ એકનાથ શિંદે માટે રૂમ બુક કર્યા છે. સુરતમાં ભાજપે જ એકનાથ શિંદેની વ્યવસ્થા કરી. મહારાષ્ટ્રના રાજકારણમાં કોઇ ભૂકંપ આવ્યો નથી અને આ બહુ મોટું ષડયંત્ર છે, શિવસેના ઇમાનદારની સેના છે.
તેમણે વધુમાં કહ્યું કે શિવસેનાના કેટલાંક ધારાસભ્ય અને એકનાથ શિંદે સાથે હાલ સંપર્ક થઇ શકયો નથી. પરંતુ મહાવિકાસ અઘાડીની સરકારને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ ભાજપે એ યાદ રાખવું પડશે કે મહારાષ્ટ્ર રાજસ્થાન કે મધ્યપ્રદેશથી ખૂબ જ અલગ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.