ક્રિકેટ ફંડ મની લોન્ડરિંગ કૌભાંડમાં ફારૂક અબ્દુલ્લાની 12 કરોડની સંપત્તિ જપ્ત્

 

– 370 ફરી લાગુ કરવા ધમપછાડા કરતા ફારૂક અબ્દુલ્લાની મુશ્કેલી વધી

– ફારૂક અબ્દુલ્લાએ કૌભાંડ માટે ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ પદનો દુરૂપયોગ કર્યો હતો : ઇડીની તપાસમાં દાવો

જમ્મુ કાશ્મીર ક્રિકેટ અસોસિએશનના મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાની આશરે 12 કરોડની સંપત્તિને ઇડીએ જપ્ત કરી છે. જ્યારે આ કૌભાંડ આચરાયુ ત્યારે ફારૂક અબ્દુલ્લા જમ્મુ કાશ્મીર ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ હતા. જે સંપત્તિને જપ્ત કરાઇ છે તેમાં રહેણાંકી ઇમારતોનો પણ સમાવેશ થાય છે.

ફારૂક અબ્દુલ્લાનું શ્રીનગર, તંગમાર્ગ સુંજવાન ગામમાં આવેલા ચાર મકાનોનો સમાવેશ થાય છે. સાથે જ અલગ અલગ સૃથળે આવેલી જમીનને પણ જપ્ત કરાઇ છે. ફારૂક અબ્દુલ્લાએ એક મકાન રાજ્ય અને જંગલની જમીન પર બનાવ્યું હોવાનો પણ આરોપ લગાવાયો છે.

ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત તપાસ કરતા સામે આવ્યું છે કે 2005-06થી 2012 દરમિયાન જમ્મુ કાશ્મીર ક્રિકેટ અસોસિએશને 109.78 કરોડ રૂપિયાનું ફંડ બીસીસીઆઇ પાસેથી મેળવ્યું હતું.

ઇડીના જણાવ્યા મુજબ 2006થી 2012 દરમિયાન ફારૂક અબ્દુલ્લાએ પ્રમુખ પદનો ગેરફાયદો ઉઠાવ્યો હતો, જે દરમિયાન તેઓએ જમ્મુ કાશ્મીર ક્રિકેટ અસોસિએશનમાં ગેરકાયદે નિમણુંકો કરી દીધી હતી.

ફંડમાં કૌભાંડ આચરવા માટે પોતાના માનિતાઓને ઇચ્છા મુજબ ક્રિકેટ અસોસિએશનમાં સૃથાન આપી દીધુ હતું. આ કેસ 2012માં સામે આવ્યો હતો, જમ્મુ કાશ્મીર ક્રિકેટ અસોસિએશનના ખજાનચી મંઝૂર વઝીરે આ મામલે ફરિયાદ પણ કરી હતી. જેમાં તેઓએ પૂર્વ જનરલ સેક્રેટરી મોહમ્મદ સલીમ ખાન અને પૂર્વ ખજાનચી અહસન મિર્ઝા પર આરોપ લગાવ્યા હતા.

ત્રણ દસકા સુધી ફારૂક અબ્દુલ્લા આ અસોસિએશનના પ્રમુખ રહ્યા જોકે કૌભાંડ બહાર આવતા તેમણે આ પદ છોડવું પડયું હતું. ફારૂક અબ્દુલ્લાની સામે આ કાર્યવાહી એવા સમયે ચાલી રહી છે જ્યારે કાશ્મીરમાંથી હટાવાયેલા આર્ટિકલ 370ને ફરી લાગુ કરવા માટે ફારૂક અબ્દુલ્લા સહિતના નેતાઓએ એક મોટુ સંગઠન બનાવ્યું છે.

પૂર્વજોની સંપત્તિને ઇડીએ જપ્ત કરી, આરોપો જુઠા : ઓમર અબ્દુલ્લા

શ્રીનગર, તા. 19 ડિસેમ્બર, 2020, શનિવાર

પિતા ફારૂક અબ્દુલ્લાની 12 કરોડની સંપત્તિને મની લોન્ડરિંગ કેસમાં જપ્ત કરવામાં આવી છે. ઇડીની આ કાર્યવાહીને પુત્ર ઓમર અબ્દુલ્લાએ વાહિયાત ગણાવી હતી. ઓમર અબ્દુલ્લાએ દાવો કર્યો હતો કે જે પણ આરોપો મારા પિતા પર લગાવાયા છે તેને કોર્ડમાં પડકારવામાં આવશે અને આ માટે અમે વકીલોના સંપર્કમાં છીએ. સાથે ઓમર અબ્દુલ્લાએ એમ પણ સવાલ ઉઠાવ્યો હતો કે જે પણ સંપત્તિ જપ્ત કરાઇ છે તે પુર્વજો પાસેથી મળેલી સંપત્તિ છે તેને જે આરોપો લગાવાયા છે તેની સાથે કઇ જ લેવાદેવા નથી છતા આ સંપત્તિને આ આરોપો સાથે જોડીને કેમ જોવામાં આવી રહ્યા છે ? ઓમર અબ્દુલ્લાએ સાથે જે આરોપો મની લોન્ડરિંગના લગાવાયા તેને પણ ફગાવી દીધા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.