ક્રિકેટર પાર્થિવ પટેલે નિવૃત્તિ જાહેર કરી, ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

 

– માત્ર 17 વર્ષની વયે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરેલું : ટીમ ઇન્ડિયાનો સરસ વિકેટ કીપર પણ હતો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલે 35 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહી દીધું. માત્ર 17 વર્ષની વયે એણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.

2018માં પાર્થિવ છેલ્લીવાર ટીમ ઇંડિયા માટે રમતો દેખાયો હતો. ત્યારબાદ એ રમતો દેખાયો નહોતો. 17 વર્ષની ઉંમરે એણે 2002માં ઇંગ્લેંડનો ટીમ ઇન્ડિયા સાથે  પ્રવાસ કર્યો હતો. આ વરસે એ આઇપીએલનો ખેલાડી હતો પરંતુ એને એક પણ મેચ રમવાની તક અપાઇ નહોતી.

પાર્થિવે ટ્વીટર પર પોતે રિટાયર થઇ રહ્યો હોવાની જાહેરાત કરી હતી. એણે લખ્યું કે હું મારા 18 વર્ષની લાંબી ક્રિકેટ કારકિર્દીનો સ્વેચ્છાએ અંત આણી રહ્યો છું. બીસીસીઆઇએ મને માત્ર 17 વર્ષની વયે મારા પર વિશ્વાસ રાખીને મને ટેસ્ટ ક્રિકેટમાં રમવાની તક આપી હતી. બીસીસીઆઇના અત્ચાર સુધીમાં સાથ સહકાર બદલ હું બીસીસીઆઇનો આભાર માનું છું.

પેતે જે જે કેપ્ટન સાથે રમ્યો એ સૌ કેપ્ટનનો પણ પાર્થિવે જાહેરમાં આભાર માન્યો હતો. એણે લખ્યું કે હું સદાને માટે દાદા (સૌરવ ગાંગુલી )નો વિશેષ આભારી છું. એક કેપ્ટન તરીકે એમણે સદૈવ મને સાથ આપ્યો અને એ મારા માટે સદ્ભાગ્યની વાત હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.