મહામારીમાં લોકો ટપોટપ મરી રહ્યા છે ત્યારે એક એક મિનિટ દર્દી માટે મહત્વની હોય છે. આ બધુ જાણતા હોવા છતાં અમદાવાદથી એક શરમજનક વીડિયો સામે આવ્યો છે. અમદાવાદમાં ક્રિકેટરો માટે ઍમ્બ્યુલન્સને રોકી દેવામાં આવી.
અમદાવાદના પાંજરાપોળ વિસ્તારનો વીડિયો વાયરલ થઈ રહ્યો જેમાં જોઈ શકાય છે કે આઈપીએલ રમવા આવેલા ક્રિકેટરો બસમાં બેસીને પસાર થઈ રહ્યા છે અને આ ક્રિકેટરોના પ્રોટોકોલ માટે અમદાવાદપોલીસે ઍમ્બ્યુલન્સને પણ રોકી દીધી.
મહામારી સામે ગુજરાતીઓ લડી રહ્યા છે ત્યારે આ વીડિયો પર સવાલ ઉઠી રહ્યા છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસ નિયમોનો ભંગ કરી શકે છે? અને એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીને કઈ થાય તો જવાબદાર કોણ?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.