પોતાના મોજશોખ માટે સુરત શહેર વિસ્તારમાં રાહદારીઓને ટાર્ગેટ કરી, મોબાઇલ સ્નેચીંગ કરતી ટોળકીને ક્રાઇમબ્રાંચે ઝડપી પાડી હતી. જેમની પાસેથી પોલીસે મોબાઈલ ફોન નંગ-૧૨ તથા ચોરીની રોયલ ઇન્ફિલ્ડ થંડરબર્ડ બુલેટ તથા મોબાઇલ સ્નેચીંગમાટે ઉપયોગમાં લીધેલ સ્પ્લેન્ડર પ્લસ, HF ડીલક્ષ, CB સાઇન મો.સા. મળી કુલ્લે કિં.રૂ.૨,૨૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો તથા કુલ-૬ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતું. વિઓ.1 ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાહદારીને નિશાન બનાવી મોબાઈલ સ્નેચિંગ કરનાર ગેંગ હાલ પુણા આઇમાતા રોડ સુરભી સોસાયટી પાસે આવેલ ચોપાટીના નાકા પાસે ફરી રહી છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને આ ગેંગના સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે તેમની પાસેથી અલગ અલગ કંપનીના સ્નેચીંગ તથા ચોરી કરી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧૨ તથા ચોરી કરી મેળવેલ રોયલ ઇન્ફિલ્ડ કંપનીની થંડરબર્ડ બુલેટ તથા મોબાઇલ સ્નેચીંગ માટે ઉપયોગમાં લીધેલ હિરો કંપનીની HF ડીલક્ષ મો.સા, સ્પ્લેન્ડર પ્લસ મો.સા તથા હોન્ડા કંપનીની CB સાઇન મો.સા.મળી કુલ્લે કિં.રૂ.૨,૨૦,૦૦૦/- ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાનું નામ (૧) દિવ્યેશ ઉર્ફે દિવો રમેશભાઇ હડિયા (૨) પ્રદિપ ઉર્ફે પદો રણછોડભાઇ ગલસાણીયા (૩) ભદ્રેશ ઉર્ફે ભદો માધુભાઇ કલસરીયા (૪) રાજદીપભાઇ જગદીશભાઇ ડોડીયા (૫) સંતોષભાઇ ધીરૂભાઇ કલસરીયા જણાવ્યું હતું.આરોપીઓની પુછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે પોતાના મોજશોખ માટે સુરત શહેરમાં અલગ અલગજગ્યાએ મોબાઇલ ફોન પર વાત કરતા અથવા મોબાઇલ જોતા જોતા ચાલતા જતા હોય તેવારાહદારીઓને ટાર્ગેટ કરી, રાહદારીની પાછળ પોતાની પાસેની મોટર સાયકલ નજીક લઇ જઇ રાહદારીઓના મોબાઇલ ફોન સ્નેચીંગ કરી નાશી જતા હતા. તેમજ આરોપી રાજદીપ ડોડીયાએ પોતાનામિત્રો સાથે મળી બુલેટ મો.સા. ચોરી કરેલ હોવાની હકીકત સામે આવી હતી. પોલીસે વરાછા અને પૂના પોલીસ મથકના 6 મોબાઈલ સ્નેચિગના ગુનાઓ ઉકેલી કાઢ્યા હતા. તથા અગાઉ આ ગેંગ 16 ગુનાઓમાં ઝડપાઇ ચુકી હોવાનું બહાર આવ્યું હતું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.