ક્રાઇમ બ્રાંચને મળી સફળતા,સમગ્ર ઘટનામાં પાડોસીની મુખ્ય ભુમિકા સામે આવી

સુરત શહેરમાં છેલ્લા કેટલાંય સમયથી ક્રાઇમની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે સુરત શહેરના ડુમસ વિસ્તારમાં થોડા દિવસો પહેલા લૂંટ સાથે હત્યાની ઘટના સામે આવી હતી.

તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે જઇને સ્થિતિનું નિરિક્ષણ કર્યા બાદ લૂંટ અને હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

પરંતુ પોલીસને તેમાંથી કોઇ પગેરૂ મળ્યું ન હતું. આરોપીઓ પણ પોલીસને ચેલેન્જ આપતા હોય તેવો માહોલ ઉભો થયો હતો. ત્યારબાદ સમગ્ર તપાસમાં સિટી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઇ હતી તેમણે આરોપીઓને શોધવા માટે ડુમસની સાથે સાથે વિવિધ વિસ્તારના સીસીટીવીની મદદ લીધી.

આરોપીના નામ

  • વિશાલ લાખાભાઈ વાણિયા
  • પ્રતાપ હરસુખભાઈ ઉર્ફે ચીનાભાઈ ગીડા
  • મિથુન ઉર્ફે શેટ્ટી મોહન વાણિયન
  • પીન્ટુ અર્જુન ચૌધરી
  • કેતન રમેશભાઈ હડિયા
  • સીમાબેન (ટીપ આપનાર) 

સમગ્ર ઘટનાની હકીકત જોવા જઇએ તો ડુમસના કાંદીફળિયા વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્ર ભાઈની જમીન વેચાઇ હોવાની વાત બહાર આવી હતી. આ સમગ્ર વાત પડોશમાં રહેતા સીમાબેનના કાને અથડાઇ હતી. તેમને એવું માલુમ પડ્યુ હતું કે ભૂપેન્દ્રના ઘરમાં 3 થી 4 કરોડ રૂપિયા પડ્યા છે

પ્રતાપ ગીડા ચેતના બેનને મળ્યો અને તેણે ભૂપેન્દ્રનું ઘર જોયું ત્યાર બાદ તેઓ મોડી રાત્રીના સમયે ભૂપેન્દ્રના ઘરમાં ઘૂસ્યા અને ભૂપેન્દ્રના માથા ઉપર પીસ્તોલ મૂકી બન્ને હાતો બાંધી દીધા હતા. અને ત્યારબાદ તેના મોઢામાં ડૂસો મારી તેનું મોત નીપજાવીને તેના કબાટમાંથી 4 લાખ રોકડાની લૂંટ કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

પોલીસને અનેક ચોંકવાનારી વિગતો જાણવા મળી છે. જેમાં મુખ્યત્વે પોલીસને જાણવા મળ્યું છે કે આ ગુનો કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે આરોપીઓ બદલાપુર (મહારાષ્ટ્ર મુંબઇ) ખાતે વાંગણી હાઇવે ઉપર આવેલા એક બંગલામાં 160 કરોડ રૂપિયા હોવાની ટીપ મળી હતી. અને તે લૂંટના ગુનાને અંજામ આપવા પહેલા આરોપીઓને સાધન સામગ્રી માટે થોડા રૂપિયાની જરૂર હોવાને કારણે આ લૂંટને અંજામ આપ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.