CRISILનો દાવો : ગેસના ભાવમાં વધારાને કારણે ખાતર સબસિડીમાં રૂ. 40,000 કરોડનો થઈ શકે છે વધારો

સરકારે 1 એપ્રિલ, 2022 થી સ્થાનિક સ્તરે ઉત્પાદિત ગેસના ભાવમાં પણ 150% નો વધારો કર્યો છે. CRISILના ડિરેક્ટર નવીન વૈદ્યનાથને જણાવ્યું હતું કે, “યુક્રેન યુદ્ધ વચ્ચે જુલાઈ-સપ્ટેમ્બરમાં ત્રિમાસિક ધોરણે ગેસના ભાવમાં 10 %નો વધારો થયો છે.

News Detail

નેચરલ ગેસના ભાવ વધવાથી ચાલુ નાણાકીય વર્ષમાં ખાતરની સબસિડી રૂ. 40,000 કરોડ વધીને રૂ. 2.55 લાખ કરોડથી વધુ થઈ શકે છે. 2022-23ના બજેટમાં ખાતરની સબસિડી પાછળ 2.15 લાખ કરોડનો ખર્ચ થવાનો અંદાજ હતો. ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ખાતરના ઉત્પાદન માટે કુદરતી ગેસ મુખ્ય કાચો માલ છે. જો કે, ફેબ્રુઆરીમાં રશીયા-યુક્રેન યુદ્ધની શરૂઆતથી, કુદરતી ગેસના ભાવમાં અનેકગણો વધારો થયો છે. રશિયા કુદરતી ગેસનો વિશ્વનો સૌથી મોટો સપ્લાયર છે.

આ ઉપરાંત, સરકારે 1 એપ્રિલ, 2022 થી સ્થાનિક સ્તરે ઉત્પાદિત ગેસના ભાવમાં પણ 150% નો વધારો કર્યો છે. CRISILના ડિરેક્ટર નવીન વૈદ્યનાથને જણાવ્યું હતું કે, “યુક્રેન યુદ્ધ વચ્ચે જુલાઈ-સપ્ટેમ્બરમાં ત્રિમાસિક ધોરણે ગેસના ભાવમાં 10 %નો વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, “ગેસના ભાવમાં ડોલરના વધારાથી સ્થાનિક રીતે ઉત્પાદિત ખાતરો પર સબસિડીના બોજમાં રૂ. 7,000 કરોડનો વધારો થાય છે.”

ફુગાવા અંગે રિપોર્ટ તૈયાર કરવા માટે MPCની 3 નવેમ્બરે વિશેષ બેઠક

RBIએ 3 નવેમ્બરે મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ખાસ બેઠક બોલાવી છે. આમાં, સળંગ ત્રણ ત્રિમાસિક ગાળામાં ફુગાવાને 6%થી નીચે રાખવામાં મધ્યસ્થ બેંકની નિષ્ફળતા સાથે સંબંધિત અહેવાલ તૈયાર કરવામાં આવશે. સેન્ટ્રલ બેંકે ગુરુવારે કહ્યું કે, RBI એક્ટની કલમ 45ZNની જોગવાઈઓ અનુસાર MPCની એક વિશેષ બેઠક 3 નવેમ્બરે બોલાવવામાં આવી છે. આ વિભાગમાં એવી જોગવાઈ છે કે, ફુગાવાને નિર્ધારિત મર્યાદામાં રાખવામાં નિષ્ફળતાના કિસ્સામાં, કેન્દ્રીય બેંકે આ સંબંધમાં સરકારને જાણ કરવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.