21 હજાર કરોડનું હેરોઈન , અફધાન નાગરિક ત્રણ દિવસનાં રિમાન્ડ પર

ઈરાનના અબ્બાસ બંદરથી (ABBAS PORT) કચ્છના મુન્દ્રા બંદરે (MUNDRA PORT) મોકલવામાં આવેલા બે કાર્ગો કન્ટેનરમાં (CARGO CONTAINER) થી ૨૧ હજાર કરોડના હેરોઈન (HEROIN) મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અફઘાન નાગરિક મોહંમદ ખાનની (MOHAMMAD KHAN) દિલ્હીથી ધરપકડ કરી છે.

આરોપીને પટિયાલા કોર્ટમાંથી ટ્રાન્સફર રિમાન્ડના આધારે અમદાવાદ લાવ્યા હતા. ત્યાર બાદ અમદાવાદની ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં પ્રિન્સિપાલ જજ સુભદાબેન કે. બક્ષીએ ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ એનઆઈએ દ્વારા માચાવરમ સુધાકર અને દુર્ગાપૂર્ણા વૈશાલી ગોવિંદરાજુ અને રાજકુમારને એનઆઈએનાં દસ દિવસનાજ રિમાન્ડ મેળવ્યા હતાં. 33 ઓક્ટોબરના રોજ પૂરા થાય છે એમ આઈ એ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે આરોપીઓ ભારતમાં નાર્કો આંતકવાદ સાથે સંકળાયેલો પ્રયાસ જણાય છે. અને એજન્સીને વિદેશી હાથ હોવાની શંકા હોવાથી તથા અન્ય લોકોની સંડોવણી શોધવી જરૂરી હોવાનાં કારણો દર્શાવી પોલીસ કસ્ટડીની માંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.