સરકારી ઓઈલ કંપનીઓએ,આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલનો ભાવ વધારાનો બોજ, હવે નાંખ્યો છે ગ્રાહકોના માથે

ચૂંટણી પરિણામોના બે દિવસ પછી સરકારી ઓઈલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલનો ભાવ વધારાનો બોજ હવે ગ્રાહકોના માથે નાંખ્યો છે.

અપેક્ષા મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ લગભગ ૧૮ દિવસ પછી મંગળવારે પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડીઝલમાં ૧૮ પૈસાનો ભાવ વધારો કરાયો છે.

દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. ૯૦.૪૦થી વધીને  રૂ. ૯૦.૫૫ થયું છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૦.૭૩થી વધીને રૂ. ૮૦.૯૧ થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૮૭.૫૩થી વધીને રૂ. ૮૭.૬૯ થયો છે. ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૬.૯૩થી વધીને રૂ. ૮૭.૧૩ થયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક સુધારો કરતી ઓઈલ કંપનીઓએ તાજેતરના મહિનાઓમાં અનપેક્ષિત રીતે ૧૫મી એપ્રિલે આંશિક રીતે ભાવ ઘટાડયા પછી ભાવમાં સુધારો ફ્રીઝ કરી દીધો હતો. યોગાનુયોગ આ જ સમયમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે ૨૭મી એપ્રિલથી ક્રૂડના ભાવમાં સતત વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સરકારી ઓઈલ કંપનીના અધિકારીએ કહ્યું હતું કે, દુબઈ ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૨.૯૧ ડોલર વધ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નજીકના ભવિષ્યમાં ક્રૂડ ઓઈલના ભાવ મજબૂત રહેવાની અપેક્ષા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.