IPL 15 શરૂ થવાના પહેલા ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર મોઈન અલીનો વીઝા અત્યાર સુધી ક્લીયર થયા નથી, જેના કારણે ઓલરાઉન્ડર ખેલાડી KKRના વિરૂદ્ધ ટીમનો ભાગ બની શકશે નહીં. મોઈન અલી પર અપડેટ ટીમના CEO કાશી વિશ્વનાથે આપી છે. મેગા ઓકશન પહેલા CSK ફ્રેન્ચાઈઝીના મોઈન અલીને 8 કરોડ રૂપિયામાં રિટેઇન કર્યો હતો, અને જેનાથી એ સાબિત થાય છે કે, ચેન્નાઈની ટીમ માટે આ ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ખેલાડી ખૂબ જ જરૂરી છે.
ક્રીકબઝ સાથેની વાતચીતમાં મોઈન અલીના પિતા મુનીર અલીએ કહ્યું કે, ‘આ ઘટના ખરાબ છે, પણ અમે કંઈ કરી શકતા નથી. મોઈન ભારતમાં અનેક વાર મેચ રમી ચૂકેલો છે, એટલે મને સમજાતું નથી કે આખરે તેનો વીઝા કેમ અત્યાર સુધી ક્લિયર નથી થયો.અને અમે આશા રાખીએ છે કે, તેને જલદી જ વીઝા મળી જશે.’
CSKના CEO કાશી વિશ્વનાથે મોઈન અલી પર વાતચીત કરતા સમયે કહ્યું કે, ‘અમને આશા હતી કે, મોઈનને 21 માર્ચે પેપર મળી જશે, જો તેને 23 માર્ચે પણ પેપર મળશે, તો તે 24 માર્ચ સુધી ભારત પહોંચશે પછી ફરી તેને ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. મોઈન અલી પ્રથમ મેચ રમી શકશે નહીં, પણ અમને આશા છે કે, તેને જલદી જ વીઝા મળી જશે.અને અમે આ મુદ્દે જય શાહ સાથે વાત કરી છે, તેઓ પણ અમારી મદદ કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે.’
આ વર્ષે CSKએ ટીમના પૂર્વ સ્ટાર ખેલાડી સુરેશ રૈનાને બોલી લગાવીને ટીમમાં શામેલ કર્યો નહોતો. તેવી સ્થિતિમાં મોઈન અલીનો રોલ ખૂબ જ મહત્ત્વનો રહેશે. ઇંગ્લેન્ડનો આ ખેલાડી સુરેશ રૈનાનો સૌથી સારો રિપ્લેસમેન્ટ સાબિત થયો છે, ત્યારે તે પ્લેઇંગ ઈલેવનમાં શામેલ ન થવાથી ટીમને એક ઝટકો લાગ્યો છે.અને ગત વર્ષે ધોનીની ટીમ ચેમ્પિયન રહી હતી, જેમાં મોઈન અલીએ પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.