સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી સીટી સ્કેન મશીન બંધ હોવાની દર્દીઓને હાલાકી

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી સીટી સ્કેન મશીન બંધ હોવાની દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. દર્દીઓને સીટીસ્કેન માટે સિવિલ અથવા ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે. જ્યારે સ્મીમેરના સુપ્રિટેન્ડન્ટે જણા્યું હતું કે, સીટીસ્કેન મશીન ખરાબ થઈ ગયું છે. જેના પાર્ટ મગાવ્યા છે. ટૂંક સમયમાં સીટીસ્કેન શરૂ થઈ જશે.

રોજના 20થી વધુ દર્દીઓ સીટીસ્કેન મશીનનો લાભ લેતા હોય છે
સુરત પાલિકા સંચાલિત કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સ્મીમેર હોસ્પિટલમાં સેંકડો દર્દીઓ સારવાર લે છે. પરંતુ સ્મીમેર હોસ્પિટલમાં માત્ર એક જ સીટીસ્કેન મશીન છે. આ મશીન ગરીબ દર્દીઓ માટે આર્શીવાદરૂપ છે. રોજના 20થી વધુ દર્દીઓ સીટીસ્કેન મશીનનો લાભ લેતા હોય છે. પરંતુ છેલ્લા 15 દિવસથી સ્મીમેર હોસ્પિટલનું સીટીસ્કેન મશીન બંધ છે.

દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
સીટીસ્કેન મશીન બંધ થવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક વખત સ્મીમેરમાંથી સિટીસ્કેનની જરૂરિયાતવાળા દર્દીઓને સ્મીમેરની એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે. કેટલીક વખત દર્દીઓ જાતે પોતાની રીતે નવી સિવિલ હોસ્પિટલ પહોંચીને સીટીસ્કેન કરાવી રહ્યાં છે.

સીટીસ્કેન મશીનના સેન્સર સહિતના પાર્ટ ખરાબ થયા
આ અંગે સ્મીમેરના સુપ્રિટેન્ડન્ટ ડો. જીતેન્દ્ર દરાને જણાવ્યું હતું કે, એપોલો સંચાલિત સીટીસ્કેન મશીન 15 દિવસથી બંધ છે. સીટીસ્કેનની ચાલુ પ્રોસિઝરે એક દર્દી ઉલટી કરી જતા સેન્સર સહિતના પાર્ટ ખરાબ થયા હોવાનું એપોલો દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ રિપેરિંગ માટે એક પાર્ટ આવી ગયું છે અને હજુ ચાર પાર્ટ્સ આવવાના બાકી છે. જે ટ્રાન્સપોર્ટમાં આવી રહ્યા છે.

સીટીસ્કેન મશીન વહેલીતકે શરૂ કરાશે
વધુમાં જણાવ્યું હતું કે, વહેલી તકે સીટીસ્કેન મશીન શરૂ થઈ જશે. ત્યાં સુધી સિવિલના સુપ્રિટેન્ડન્ટ સાથે બેઠક કરીને સીટીસ્કેનની વ્યવસ્તા ગોઠવી છે. ઈમરજન્સીમાં રહેલા દર્દીઓને સીટસ્કેન માટે એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે છે. સીટીસ્કેન મશીન વહેલીતકે શરૂ કરી દેવામાં આવશે. સ્મીમેર દ્વારા પોતાનું સીટીસ્કેન મશીન લેવા માટે તૈયારીઓ પણ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.