કપડવંજમાંથી ગાંજાની ખેતી – 56 લાખની કિંમતનો 550 કિલો ગાંજો એસઓજીએ ઝડપ્યો

પોલીસે એરંડા, તુવેર, કપાસના વાવેતરની આડમાં ખેતરમાંથી ગાંજાના છોડ વિખેરાયેલા જોયા હતા.

News Detail

કપડવંજમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. નશાની ખેતી થતા એસઓજીએ ખેતરમાંથી 550 કિલો ગાંજો જપ્ત કર્યો છે. પોલીસે એરંડા, તુવેર, કપાસના વાવેતરની આડમાં ખેતરમાંથી ગાંજાના છોડ વિખેરાયેલા જોયા હતા. જેથી ખેતરમાં એસઓજી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

જેમાં આ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો. બે ભાઈઓ દ્વારા વધુ નફો રળવાની લાયમાં આ ખેતી કરવામાં આવી હોવાનું પ્રથમ દ્રષ્ટીએ જાણવા મળ્યું હતું આ સાથે જ તેમની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં બે પિતરાઈ ભાઈઓમાંથી એક પોલીસના હાથે ઝડપાઈ ગયો છે જ્યારે બીજો ફરાર છે.

રાજ્યમાં અગાઉ કચ્છ, ઉત્તર ગુજરાતમાં પણ ગાંજાની ખેતી ઝડપાઈ હતી ત્યારે નડીયાદ કપડવંજમાં પણ આ પ્રકારે ગાંજો ઝડપાયો છે. કપડવંજના ભુતિયા તાબેના કૃપાજી મુવાડા ગામની સીમમાં આવેલા ખેતરમાં આ પ્રકારે ગાંજો વાવવામાં આવ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા ગઈકાલે લાખો રુપિયાના ગાંજાના વેપલા પર દરોડો પાડવામાં આવતા આ સફળતા હાથ લાગી છે.

ઉપજિલ્લા કપડવંજ હેઠળના કૃપાજીના મુવાડા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી એરંડા, તુવેર, કપાસના વાવેતરની આડમાં ગાંજાના છોડની ખેતી કરતા SOG દ્વારા એસઓજીએ એક વ્યક્તિ પાસેથી  54.98 લાખની કિંમતના 331 છોડ જપ્ત કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.