કચ્છમાં આજે, વહેલી સવારથી અત્યાર સુધીમાં, બે વખત અનુભવાયા, ભૂકંપના આંચકા

કચ્છમાં એક જ દિવસમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયાં છે.

કચ્છમાં આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. પરંતુ કોઈ જાનહાની થયા ના સમાચાર નથી.

આજરોજ વહેલી સવારે કચ્છમાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતા નોંધાઇ હતી.

જો કે વહેલી સવારે આવેલા ભૂંકપના આંચકા બાદ ફરી એકવાર આંચકો અનુભવાતાં લોકો ઘરમાંથી દોડી આવ્યા હતા

આમ કચ્છમાં આજરોજ બે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં એક 3 અને બીજો 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.