- દ. આફ્રિકામાં મળ્યા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ
- વાયરસના વેરિઅન્ટ પર રસીની અસર ઓછી
નવા સ્ટ્રેન પર વેક્સીનની અસર ઓછી હોવાના કારણે દ. આફ્રિફાએ સીરમ ઈન્સ્ટીટ્યૂટને 10 લાખ વેક્સીનના ડોઝ પાછા લેવા કહ્યું.
અઠવાડિયા પહેલાં દ. આફ્રિકાએ કહ્યું હતું કે AstraZenecaને તેના વેક્સીનેશન પ્રોગ્રામમાં રોકી દેવાઈ છે. SII AstraZeneca સૌથી મોટા સપ્લાયરના રૂપમાં તૈયાર થયું છે. ભારતે છેલ્લા અઠવાડિયે 10 લાખ ડોઝ દ. આફ્રિકાને મોકલ્યા હતા અને આવનારા અઠવાડિયે 5 લાખ ડોઝમોકલવાની છે.
જોનસન એન્ડ જોનસન અને નોવાવેક્સે કહ્યું કે તેમની વેક્સીન નવા સ્ટ્રેનની વિરોધમાં અસરકારક નથી. આ રીતે મોર્ડના નવા વેરિએન્ટને માટે બૂસ્ટર શોટ તૈયાર કરી રહી છે જ્યારે ફાઈઝર બાયોએનટેકની વેક્સીન પણ ઓછી અસરકારક મળી છે. બ્રિટને ઓક્સફર્ડની વેક્સીનના 10 કરોડ ડોઝ ખરીદ્યા છે અને લાખો લોકોને વેક્સીન આપી ચૂક્યું છે.
દ. આફ્રિકાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે સરકાર AstraZenecaની કોરોના વાયરસ વેક્સીનના ડોઝ વેચી શકે છે. જો કે એક ક્લિનિકલ ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસના 501Y.V2 વેરિએન્ટની ઓછી ગંભીર બીમારી પર વધારે અસર થતી નથી, આ પછી વેક્સીનેશન પ્રોગ્રામમાં તેના ઉપયોગ પર રોક લગાવાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.