બોલિવૂડમાં આ દિવસોમાં ઘણી મોટી મોટી ફિલ્મોને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. એમાંની જ એક એટલે સલમાનની દબંગ-3. ફિલ્મનું ટ્રેલર તેમજ કેટલાક ગીત પણ સામે આવી ચૂક્યા છે. ફિલ્મ રિલીઝ થવાની બાકી છે. પરંતુ એ પહેલા જ તે જબરદસ્ત વિવાદમાં ફસાઈ છે અને ફિલ્મ પર રોક લગાવવાની માંગણી કરવામાં આવી રહી છે. આ વિવાદ થયો છે એક ગીતને લઈ. એમાં ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
એક રિપોર્ટ પ્રમાણે સલમાનની ફિલ્મ દબંગ-3ને લઈ આરોપ લગાવ્યો છે કે સેન્ટ્રલ બોર્ડ ફિલ્મ ઓફ સર્ટિફિકેશને ફિલ્મને સર્ટિફિકેટ ન આપવું જોઈએ. સમિતિનું કહેવું છે કે આ ફિલ્મનાં ટાઈટલ સોન્ગ હુડ હુડ દબંગના કારણે હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
હિન્દુ જનજાગૃતિ સમિતિના મહારાષ્ટ્ર અને ઝારખંડના આયોજક સુનીલ ઘંવાતે આ કેસ પર બયાન આપતાં કહ્યું કે, દબંગ-3ના ગીત હુડ હુડ દબંગમાં ઋષિઓને નીચા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ગીતમાં સલમાન ઋષિઓ સાથે આપત્તિજનક ડાન્સ કરી રહ્યો છે. કે જેના લીધે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.