દાડમ સ્વાસ્થ્યવર્ધક ફળોમાંથી એક છે. આ ફળ ફાઇબર, પૉટેશિયમ, વિટામિન સી અને કેટલાય પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. દાડમના જ્યુસનાં પણ કેટલાય ફાયદા છે. આ શક્તિશાળી છોડના ઘટકોમાં પણ સમૃદ્ધ છે. માત્ર ફળ જ નહીં, દાડમનો રસ પણ કેટલાય સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે. આ ઉપચાર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પેક્ડ જ્યુસમાં મોટાભાગે ખાંડ, મીઠું અને પ્રિઝર્વેટિવ હોય છે. ફ્રેશ દાડમનો જ્યુસ સરળતાથી ઘરે જ બનાવી શકાય છે.
જાણો, દાડમના જ્યુસથી થતાં ફાયદાઓ વિશે…
1. એન્ટી-ઑક્સિડેન્ટથી ભરપૂર હોય છે
દાડમનો રસ મજબૂત એન્ટી-ઑક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. શોધ અનુસાર, આ જ્યુસમાં ગ્રીન ટીની સરખામણીમાં ત્રણ ગણું વધારે એન્ટી-ઑક્સીડેન્ટ હોય છે. એન્ટી-ઑક્સિડેન્ટ તમારી કોશિકાઓને મુક્ત કણોથી બચાવે છે અને ઑક્સીડેટિવ તણાવને ઘટાડે છે.
2. વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત
આ રસ વિટામિન સીથી પણ ભરપૂર હોય છે જે તમારા શરીરને કેટલાય લાભ અપાવી શકે છે. વિટામિન સી ત્વચાના સ્વાસ્થ્યને વધારે છે. રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.
3. બ્લડ પ્રેશર સંતુલનમાં રાખે છે
હાઇ બ્લડ પ્રેશરથી હૃદય રોગનું જોખમ ઘણું વધી શકે છે. દાડમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ફાઇટોથેરેપી રિસર્ચના નિષ્કર્ષો અનુસાર, બે અઠવાડિયા માટે 150 મિલીલીટર આ રસને પીવાથી બ્લડપ્રેશરને કંટ્રોલ કરી શકાય છે.
4. સંધિવામાં લાભદાયી
સંધિવાની સાથે રહેવાનો અર્થ છે દુખાવો અને સાંધામાં સોજો અને જકડન. દાડમના રસના એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ સોજાનાં ઉપચારમાં મદદ કરી શકે છે, પરંતુ તેની અસરને જાણવા માટે વધુ સઘન સંશોધન જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.