દાદાસાહેબ ફાળકે એવોર્ડ પામીને ભાવૂક થયા અમિતાભ બચ્ચન, ટ્વિટર પર લખ્યું- મારી પાસે શબ્દ નથી

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ ટ્વિટર પર કંઇક એવી વાત લખી છે કે, જેને વાંચીને આપ પણ ભાવૂક થઇ જશો

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આમ તો તેમનાં કરિઅરનાં દરેક પડાવ પર એક ઉત્તમ પદ પ્રાપ્ત કરી ચૂક્યા છે. પણ હાલમાં જ અમિતાભ બચ્ચનને એવું સન્માન મળ્યું કે તે ભાવૂક થઇ ગયા. તેમને દાદા સાહેબ ફાલ્કે ઍવોર્ડ (Dadasaheb Phalke Award)થી સન્માનિત કરવામાં આવ્યાં છે. જેની જાણકારી સૂચના અને પ્રસારણ મંત્રી (Minister of Information<br />& Broadcasting) પ્રકાશ જાવડેકરે તેમનાં ટ્વિટર પેજ પર આપી છે. આ અવસર પર સૂચના અને પ્રસારણ મંત્રીએ બિગ બીને દિલથી મુબારકબાદ આપી છે. તો હાલમાં અમિતાભ બચ્ચને આ સન્માન અંગે ભાવૂક ટ્વિટ કરી છે.

અમિતાભ બચ્ચને બુધવારે ટ્વિટર પર જાહેર કર્યું કે, દાદા સાહેબ ફાલ્કે સન્માન માટે પસંદ કરવા પર આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે કોઇ જ શબ્દ નથી. સિનેમામાં 50 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. 76 વર્ષિય ઍક્ટરે ટ્વિટર પર તેમની પ્રતિક્રિયા આપી હતી. બચ્ચને ટ્વિટ કરી કે, ‘આભાર જતાવવા માટે શબ્દો ઓછા પડી રહ્યાં છે… કૃતજ્ઞ છું હું, પરિપૂર્ણ, આભાર અને ધન્યવાદ.. હું ફક્ત એક વિનયપૂર્ણ, વિનમ્ર અમિતાભ બચ્ચન છું. ખુબ ખુબ આભાર..’

મંગળવારે સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રસિદ્ધ ઍક્ટર અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમામાં તેમનાં યોગદાન માટે વર્ષ 2018નાં દાદાસાહેબ ફાલ્કે પુરસ્કાર આપવાંની મંગળવારે સાંજે જાહેરાત કરી હતી. દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર ભારતીય સિનેમાનું સૌથી મોટુ સન્માન છે. જે પહેલાં દિવંગત ઍક્ટર વિનોદ ખન્નાને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન તેની અપકમિંગ ફિલ્મોની તૈયારી કરી રહ્યો છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ અને સુજીત સરકારની ગુલાબો સિતાબો ઉપરાંત અમિતાભ બચ્ચનની પાસે ‘સાઇ રા નરસિમ્હા રેડ્ડી’ અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘ચેહરા’ પણ છે. કરિઅરનાં આ સ્ટેજ પર આવીને અમિતાભ બચ્ચન બોલિવૂડનાં તે ઍક્ટર છે જે કોઇપણ પેઢી સા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.