દાહોદ એલસીબી પોલીસે બોરડી ઇનામી ત્રણ રસ્તા આગળથી એક મહિલા પાસેથી 26,928 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી ગુનો નોંધ્યો
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા અને અસરકારક કામગીરી કરવા રેન્જ આઇજી અને જિલ્લા પોલીસવડા દ્રારા દાહોદ એલસીબી પોલીસને સૂચના કરવામાં આવી હતી અને દાહોદ એલસીબી પોલીસનો સ્ટાફ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે બોરડી ઇનામી ત્રણ રસ્તા આગળ એક મહિલા પોતાના હાથમાં બે પ્લાસ્ટિકના થેલામાં કેટલીક ઇંગલિશ દારૂની બોટલો લઈને ઉભી છે જે બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે બોરડી ઇનામી ત્રણ રસ્તા આગળ પહોંચી તે મહિલાને ઝડપી અને તેની પાસે રહેલા બંને થેલાઓની અંગ ઝડપી કરતા દાહોદ એલસીબી પોલીસને બે થેલામાં ભરી રાખેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 264 જેની કિંમત રૂપિયા 26,928 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી અને દાહોદ એલસીબી પોલીસે તે મહિલાની અટકાયત કરી કતવારા પોલીસ મથકે તે મહિલા વિરુદ્ધ ગુનો નોંધાવી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.