કોંગ્રેસવાળા જીત પાક્કી હોય તો સામે ના જુએ અમારી જીત 100 પાક્કી હોય તોય નમન કરીએ તેમ પીએમ મોદીએ દાહોદમાં કહ્યું હતું.દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધી હતી.
News Detail
મંદિર જેમ આપણે દરરોજ જઈએ છીએ એમ મારા માટે જનતા જનાર્દન ઈશ્વરનો અવતાર
દાહોદમાં બધાને થાતું હશે કે, વિજય પાક્કો છે તો આટલી બધી મહેનત શા માટે કરો છો. એમના મનમાં પ્રશ્ન ઉઠશે ચૂંટણી તો તમે જિતાડવાનો છો. મંદિર જેમ આપણે દરરોજ જઈએ છીએ એમ મારા માટે જનતા જનાર્દન ઈશ્વરનો અવતાર છે. કોંગ્રેસવાળા જીત પાક્કી હોય તો સામે ના જુએ અમારી જીત પાક્કી હોય તોય જનતાના પગે પળીએ. વિવેક, ઘડતર મારામાં ભળેલી છે. તમે મને સત્તા પર નથી બેસાડ્યો પરંતુ સેવાનું કામ સોંપ્યું છે. એક સેવાદાર તરીકે કામ કરું છું. જેમ હું મારું કર્તવ્ય નિભાવું છું. તેમ આ દેશના દરેક નાગરીક પણ તેમનું કર્તવ્ય નિભાવે એ વાત મેં લાલ કિલ્લાથી કરી છે. સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ આ મંત્ર સાથે વિશ્વમાં દેશનું નામ રોશન થાય તેના માટે કામ કરી રહ્યા છીએ.
કોઈ આદિવાસી રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ના આવ્યો
આપણા ગુજરાતમાં ઉંમરગામથી અંબાજી સુધી આદિવાસીઓનો પટ્ટો છે. કોંગ્રેસને આટલી બધી સત્તા ભોગવવાનો મોકો મળ્યો પરંતુ ચૂંટણી આવે તો પણ મોટી વાતો કરી વોટ લઈને જતા રહે છે. આ દેશમાં ઢગલાબંધ રાષ્ટ્રપતિ બની ગયા પરંતુ ક્યારે કોઈ આદિવાસી રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ના આવ્યો. આ દેશમાં મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનાવીને દુનિયાને સંદેશો આપ્યો છે.
એક ભાઈ પદ માટે યાત્રા કરે છે
અત્યારે એક ભાઈ પદ માટે યાત્રા કરે છે પરંતુ કેવું ભાષણ કરે એ જોવા જેવું છે. જ્યારે ભાજપે આદિવાસી રાષ્ટ્રપતિને બનાવ્યા ત્યારે ટેકો આપવામાં શું પેટમાં દુખતું હતું. આદિવાસી બેનની સામે તેમને હરાવવા માટે આકાશ પાતાળ એક કર્યું પરંતુ અમારા આશીર્વાદ હતા અને આ પૂન્ય કમાવવાનો મોકો મળ્યો. અમે કંઈક કરીએ તો આડા ઉતરે અને કોંગ્રેસ વચમાં ખાડા કરે છે. ભાજપ સર્વાંગી વિકાસને લઈને કામ કરે છે. ભાજપે વિકાસ એકાંકી નહીં પરંતુ સર્વાંગી કર્યો છે અને સર્વક્ષેત્રીય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.