દિવાળીના પાંચ દિવસના તહેવારોમાં કાળી ચૌદસનું પણ અનેરૂ મહત્વ છે. દિવાળી આવેને પોતાની વ્યક્તિ યાદ ન આવે એ તો કેમ બને? એટલે જ દાહોદના દેવગઢ બારિયામાં મૃતાત્માઓની સ્મરણાંજલિમાં દીવડા પ્રગટાવવાની અનોખી પ્રથા છે.
દિવાળી આવતી હોયને તમને તમારૂ સ્વજન યાદ ન આવે એ તો કેમ બને? તેમાંય જેમ જેમ તહેવાર નજીક આવે તેમ તેમ એ સ્વજનની યાદ પણ ઘુંટાતી જાય. પણ દિવાળીમાં દીવડા પ્રગટાવવાની પ્રથા એ એક એવી પ્રથા છે જે તમારા સ્વજન કે પ્રિયજનને મુત્યુપર્યંત પ્રકાશિત રાખે છે.
મૃતક સ્વજનને અંજલિરૂપે દીવડા પ્રગટાવીને દિવાળીમાં એમની ખોટ પૂરી શકાય. જો કે બીજા વરસે આવુ થતું નથી. દેવગઢ બારિયાના માનસરોવર તળાવની મધ્યે આવેલા બેટ પર કાળીચૌદસની રાતે તેમજ દિવાળીની વહેલી પરોઢે લોકો મૃતાત્માઓના દીવડા મૂકીને સ્મરણાંજલિ આપે છે. ખરેખર, એકવીસમી સદીના જમાના આ જૂનવાણી પરંપરા લાગણી, સ્નેહ તથા માણસાઇની ઘોતક માની શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.