ગડકરીનો સીધો મેસેજ કે મોદી મંત્રીઓને કશું કહેતા નથી, કેબિનેટ મંત્રીઓની થઈ રહી છે અવગણના
નીતિન ગડકરીએ રસીના ઉત્પાદન અંગે કરેલા નિવેદને મોદી સરકારમાં ‘ઓલ ઈઝ વેલ’ નથી એ ફરી સ્પષ્ટ કરી દીધું. ગડકરીએ મંગળવારે સ્વદેશી જાગરણ મંચના કાર્યક્રમમાં કહેલું કે, કોરોનાની રસી અને જીવન-રક્ષક દવા બચાવવાનાં લાયસંસ બીજી ભારતીય કંપનીઓને અપાય એ અંગે પોતે મોદી સરકારને રજૂઆત કરશે. કોથળામાં રાખીને પાંચ શેરી ફટકાર્યા પછી ગડકરીએ સ્પષ્ટતા કરી કે, ભારત સરકારે આ પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
સરકારની કામગીરીની જાણ મંત્રીઓેને પણ નથી કરાતી ;
આ મુદ્દો ચગતો માંડવિયાએ ગડકરીને માહિતી આપી કે, સરકારે ૧૨ પ્લાન્ટ્સ અને કંપનીમાં રસ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાવી છે કે જેથી રસીની તંગી ના થાય. ગડકરીએ એ પછી આ સ્પષ્ટતા કરી છે.
સૂત્રોના મતે, ગડકરીએ જાણી જોઈને આ કોમેન્ટ કરી હતી કે જેથી કોરોના મુદ્દે મોદી સરકારની કામગીરીની મંત્રીઓને પણ જાણ કરાતી નથી એવો મેસેજ જાય. ગડકરીએ માંડવિયાએ આ માહિતી આપી હોવાનો ઉલ્લેખ કરીને મોઘમ રીતે કહી દીધું કે, મોદીની નજીકના જુનિયર મંત્રીઓને સરકાર શું કરે છે તેની ખબર છે પણ અમને તેની ખબર નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.