પંજાબ કોંગ્રેસ બાદ છત્તીસગઢ કોંગ્રેસેમાં પણ આંતરીક ધમાસાણ ચાલી રહ્યું છે. હવે છત્તીસગઢ સીએમ પદથી ભૂપેશ બધેલની વિદાયનાં એંધાણ મળી રહ્યાં છે.
તેમની પાસે રહેલાં ધારાસભ્યનું સમથઁન છે.બીજી તરફ રાહુલ ગાંધી સાથે આ બંને નેતાઓ આજે મળવા જવાનાં છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધી પોતે ઈચ્છી રહ્યાં છે કે રાજયની કમાન હવે બધેલની જગ્યાં એ સિંહ દેવને સોંપવામાં આવે. તેમજ સત્તાની ફેરબદલી કોઈ વિવાદ વગર થવી જોઈએ..
https://www.youtube.com/watch?v=_aS274JPb1k
આ સંજોગોમાં આજે યોજાનારી બેઠક પર બધાની નજર છે. જોકે પાર્ટી તરફથી આ બાબતને હજી કોઈ સમર્થન અપાયુ નથી. નેતાઓને પણ મૌન રહેવાનો આદેશ અપાયો છે.જોકે બઘેલ હજી હાર માનવા માટે તૈયાર નથી. તેમના કેમ્પના 15 ધારાસભ્યોએ ગઈકાલે રાજ્યના પ્રભારી પી એલ પુનિયા સાથે મુલાકાત કરી હતી. બઘેલને બીજા કેટલાક મંત્રીઓનુ પણ સમર્થન છે.
છત્તીસગઢમાં કોંગ્રેસના 70 ધારાસભ્યો હોવા છતા આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસની સરકાર સંકટમાં આવી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.