દક્ષિણ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ,ધારણ કરી રહ્યું છે ગંભીર રૂપ

દક્ષિણ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. જેમાં વલસાડ જિલ્લામાં 61, નવસારી જિલ્લામાં રવિવારે વધુ 53, સંઘપ્રદેશ દમણમાં 24 અને દાદરા નગર હવેલીમાં 160, ડાંગ જિલ્લામાં 7, ભરૂચ જિલ્લામાં 67, તાપી જિલ્લામાં 61 અને નર્મદા જિલ્લામાં 42 મળી 475 લોકો કોરોના સંક્રમિત થયા હતા.

આજે રવિવારે વલસાડ જિલ્લામાં 61 કેસ નોંધાયા છે. જેમાં વલસાડ તાલુકામાં 17, પારડી તાલુકામાં 10, ઉમરગામ તાલુકામાં 18, ધરમપુર તાલુકામાં 11, વાપીમાં 4 અને કપરાડા તાલુકામાં 1 કેસ નોંધાયા હતા.

ગણદેવી તાલુકામાં 20 કેસ, નવસારીમાં 15, જલાલપોર તાલુકામાં 10, ચીખલી અને વાંસદા તાલુકામાં 4-4 નવા કેસ નોંધાયા હતા. સંઘપ્રદેશ દમણમાં રવિવારે વધુ 24 અને દાદરા નગર હવેલીમાં નવા 160 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ડાંગ જિલ્લામાં કોરોનાના વધુ 7 કેસ અને 2ના મોત નિપજ્યા હતા. ઉપરાંત ભરૂચ જિલ્લામાં 67, તાપી જિલ્લામાં 61 અને નર્મદા જિલ્લામાં 42 લોકો મળી 475 લોકો કોરોના સંક્રમિત થયા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.