રાજયમાં માવઠાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
- હવામાન વિભાગે કરી આગાહી
- દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
- બે દિવસ રહેશે અસર
ગુજરાતમાં ધીમે ધીમે હવે શિયાળાની ઋતુ વિદાય લઈ રહી છે ત્યારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં સાઈક્લોનિક સર્કયુલેશન સર્જાયું છે જેની અસર ગુજરાતમાં જોવા મળશે.
ગુજરાતના કેટલાક વિસ્તારો જેમકે અમદાવાદ અને વડોદરામાં પણ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં 2 દિવસ સુધી એટલે કે આજે અને આવતીકાલે બેવડી ઋતુની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નર્મદા, વલસાડ, તાપીમાં વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતા દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં સર્ક્યૂલેશન સર્જાતા 19 ફેબ્રુઆરીએ હળવો વરસાદ વરસી શકે છે. જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આ સાથે જ ડાંગ,તાપી,નર્મદામાં માવઠાની આગાહીપણ હવામાન વિભાગે કરી છે. આવનારા 2 દિવસમાં ગુજરાતના વલસાડ, તાપી, સાપુતારા, નર્મદા, ડાંગ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો રાજ્યના અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.