પંજાબ બાદ યુપીમાં દલિત ચહેરો.ગુજરાતમાં મેવાણી પર દાવ. માયાવતી ટેન્શનમાં…

યુપીમાં ફરી સત્તા કબજે કરવા માંગતા માયાવતીને બધો મદાર દલિત મતબેંક પર છે. માયાવતીએ યુપીમાં જીતવા પોતાના પરંપરાગત દલિત મતબેંક સાથે બ્રાહ્મણ મતદારોને પણ આકર્ષવાનાં પ્રયત્નો શરૂ કર્યા છે.

ચંદ્રશેખર આઝાદ ના કારણે યુવા દલિત મતદારો બસપા થી દૂર થઈ રહ્યા હોવાથી માયાવતી ચિંતામાં છે. હવે કોંગ્રેસ પણ દલિત કાર રમી નાખીએ તો દલિત મત બેંકોમાં ભંગાણ થશે એ નક્કી છે. તેથી માયાવતીની ચિંતામાં વધારો થશે.

ગુજરાતમાં પણ કોંગ્રેસ દલિત કાંડ ખેલી જીગ્નેશ મેવાણી ને કોંગ્રેસમાં લાવે તેવી શક્યતા છે. એવી ચર્ચા છે કે ,આગામી 28 તારીખે જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. તેઓ અપક્ષ ધારાસભ્ય તરીકે વડગામ ની સીટ પરથી ચૂંટાયા હતા.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.