દલિત, પીડિત અને શોષિતોનાં ભવિષ્ય માટે પાસ થયું છે નાગરિકતા બિલ: PM મોદી

નાગરિકતા સંશોધન કાયદો (CAA) 2019ને લઇને દિલ્હીનાં રામલીલા મેદાનમાં પીએમ મોદીએ કહ્યું કે, “ડિસેમ્બરનાં મહિનામાં નાગરિકતા સંશોધન બિલ સંસદથી પાસ કરાવવામાં આવ્યું. વિરોધ પક્ષ દ્વારા આ કાયદાને લઇને લોકોને ભરમાવવામાં આવી રહ્યા છે.” આ સાથે પીએમ મોદીએ નાગરિકતા સંશોધન કાયદાને લઇને કહ્યું કે, “આ દલિત, પીડિત, શોષિતોનાં ભવિષ્ય માટે પાસ થયો છે.”

પીએમ મોદીએ કૉંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવ્યો કે તે નાગરિકતા સંશોધન કાયદા પર જૂઠ બોલીને અફવા ફેલાવી રહી છે અને મુસલમાનોને ડરાવી રહી છે. તેમણે કહ્યું કે, “આ બિલનાં પાસ થયા બાદ કેટલાક રાજકીય દળો અફવાઓ ફેલાવવામાં લાગ્યા છે. તે લોકો ભ્રમિત કરી રહ્યા છે, ભાવનાઓને ભડકાવી રહ્યા છે.”

મોદીએ કહ્યું કે, “હું આ ભ્રમ ફેલાવનારાઓ, જૂઠ બોલનારાઓને પુછવા માગુ છું કે જ્યારે મે દિલ્હીનાં રસ્તાઓ કૉલોનીઓને કાયદેસરની કરી તો શું કોઈને પુછ્યું હતુ કે તમારો ધર્મ કયો છે? તમારી આસ્થા શું છે? તમે કઈ પાર્ટીને વોટ આપો છો? તમે કઈ પાર્ટીને સમર્થન કરો છો? શું અમે તમારી પાસે કોઈ પુરાવા માગ્યા હતા? 70નો પુરાવો બતાવો, 75નો પુરાવો લાવો, 70નો પુરાવો લાવો, શું અમે માંગ્યો હતો?”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.