દાંડીકૂચને અહિંસક સત્યાગ્રહનો પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે,જાણો….

દાંડીકૂચને અહિંસક સત્યાગ્રહનો પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટીશ સરકાર દ્વારા મીઠા પર લગાવવામાં આવેલ કરને નાબુદ કરવા માટે ગાંધીજીએ અહિંસક રીતે દાંડીકૂચ 12મી માર્ચ, 1930 નાં રોજ કરી હતી. દાંડીકૂચની લડતમાં પૂજ્ય મહાત્મા ગાંધીજી દ્વારા 18મી ઓક્ટોબર 1920ના રોજ સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠનું પ્રદાન અનેરું રહેલું છે.

મહાદેવભાઈ દેસાઈ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ” તરીકે ઓળખાવે છે તો મહાત્મા ગાંધીજીએ તેને પવિત્ર યાત્રા” તરીકે ઓળખાવી હતી. વિશ્વભરમાં જે સ્વાતંત્ર્ય સંગ્રામો ખેલાયા હતા તે મોટે ભાગે હિંસક હતા. પરંતુ સ્વાતંત્ર્ય સેનાની જાતે દુઃખ ભોગવે, લાઠી ખાય, જેલ ભોગવે, ગોળી ખાય, પોતાની મિલકતો ફના કરે એ રીતનો મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ થયેલ મુક્તિસંગ્રામ આખી દુનિયા વિસ્મયતા અને કુતુહલતાથી નિહાળી રહી.

દાંડીકૂચની લડતમાં પૂજ્ય મહાત્મા ગાંધીજી દ્વારા 18મી ઓક્ટોબર 1920ના રોજ સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠનું પ્રદાન અનેરું રહેલું છે. ગુજરાત વિદ્યાપીઠનો એક મુખ્ય ધ્યેય એ હતો કે, “સ્વરાજની પ્રાપ્તિ સારું ચાલતી પ્રવૃત્તિઓને અર્થે ચારિત્ર્યવાન, શક્તિસંપન્ન, સંસ્કારી અને કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓ તૈયાર કરવાનું” આ ધ્યેય સાથે ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, વિદ્યાર્થીઓએ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.