આપણે ગુજરાતીઓ મોટાભાગે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુ અને કાં તો પછી સાપુતારા જવાનું પસંદ કરતા હોઈએ છીએ પરંતુ શું તમને આ એક હિલ સ્ટેશન વિશે ખબર છે જે સાપુતારા અને માઉન્ટ આબુને પણ ટક્કર મારે એવું છે. તો પછી ચાલો જાણો આ હિલ સ્ટેશન વિશે….આપણું ગુજરાત રાજ્ય અનેક એવા પ્રવાસન સ્થળોથી ભરપૂર છે જ્યાં જવા માત્રથી તમે પ્રકૃતિની ગોદમાં ખોવાઈ જાઓ અને કુદરતના સાનિધ્યમાં તમારી તમામ સમસ્યાઓને ભૂલીને પ્રફુલ્લીત થઈ જાઓ. સામાન્ય રીતે જો તમને ફરવાનું મન થતું તો કાં તમે બીચ પસંદ કરો કા પહાડોમાં જવાનું પસંદ કરો. આપણે ગુજરાતીઓ મોટાભાગે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુ અને કાં તો પછી સાપુતારા જવાનું પસંદ કરતા હોઈએ છીએ પરંતુ શું તમને આ એક હિલ સ્ટેશન વિશે ખબર છે જે સાપુતારા અને માઉન્ટ આબુને પણ ટક્કર મારે એવું છે. તો પછી ચાલો જાણો આ હિલ સ્ટેશન વિગુજરાતનું અદભૂત હિલ સ્ટેશન
અહીં અમે જે હિલ સ્ટેશનની વાત કરી રહ્યા છીએ તે છે ડોન…આ ડોન હિલ સ્ટેશન ડાંગ જિલ્લામાં આવેલું છે. ડાંગના મુખ્ય શહેર આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર આવેલું આ ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર ઊંચુ અને 10 ગણો પહોળો વિસ્તાર ધરાવે છે. સહ્રાદ્રીની પર્વતમાળામાં આવેલું આ હિલ સ્ટેશન સુંદર ઊંચાઈ, હરિયાળી, વળાંક, નદી, ઝરણા જેવું બધુ જ ધરાવો છે જેને જોઈને ટાઢક થઈ જાય છે. સાપુતારાની જેમ આ હિલ સ્ટેશન પણ 1070 મીટરની ઊંચાઈએ છે. આ હિલ સ્ટેશન મહારાષ્ટ્ર બોર્ડરથી 3 જ કિલોમીટર દૂર છે. એટલે તમે ડોન થઈને મહારાષ્ટ્ર તરફ પણ ફરવા જઈ શકો છો. તમને એ પણ જણાવીએ કે અહીં ફરવાની સાથે તેનું ઐતિહાસિક મહત્વ પણ છે. ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ આ સ્થળ સાથે જોડાયેલી છે. ટ્રેકિંગ માટે પણ આ સ્થળ ઉત્કૃષ્ટ ગણાય છે. તેની વિશેષતાઓને જોતા આ સ્થળે પણ હવે દિન પ્રતિદિન પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. કેવી રીતે પડ્યું ડોન નામ?
તમને હવે એ પણ નવાઈ લાગતી હશે કે આખરે આ હિલ સ્ટેશનનું નામ ડોન કઈ રીતે પડ્યું હશે? ડોન તો સામાન્ય રીતે કોઈ માફિયા કે ગુંડા માટે વપરાતો શબ્દ હોય છે. તો અમે તમને જણાવી દઈએ કે ડાંગના આ અદભૂત હિલ સ્ટેશનના નામ પાછળની કહાની પણ ખુબ રસપ્રદ છે. સ્થાનિક લોકવાયિકાઓ મુજબ અહીંના અહલ્યા પર્વત નજીક ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ હતો. રામાયણ સમયગાળામાં રામ, સીતા અને લક્ષ્મણ પોતાના વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા. ત્યારે ગુરુ દ્રોણાચાર્યના નામ પરથી જ આ પ્રદેશ દ્રોણના નામથી ઓળખાવા લાગ્યો હતો. ત્યારબાદ અંગ્રેજોનું આગમન થયું અને આ સાથે પ્રદેશનું નામ પણ બદલાઈ ગયું અને અપભ્રંશ થઈને પછી દ્રોણનું ડોન થઈ ગયું. ડાંગ આમ જોઈએ તો મુખ્યત્વે આદિવાસીઓનો વિસ્તાર છે. અહીં આદિવાસી સમુદાયની વસ્તી વધુ છે એટલે તમે તેમની રહેણી કરણી અને તેમના ઘર, ભોજન વગેરે વિશે નવી નવી માહિતી પણ મેળવી શકો છો. સુરતથી ડોન હિલ સ્ટેશન લગભગ 150 કિમી દૂર છે. ડોન અને સાપુતારા વચ્ચેનું અંતર લગભગ 50 કિમી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.