નવા વેરિઅન્ટથી વાઈબ્રન્ટ સમિટ સામે ખતરો ? અપનાવી શકે છે નવો રસ્તો

સાઉથ આફ્રિકા (SOUTH AFRICA) માંથી મળેલો કોરોનાના નવા વેરિઅંટને (NEW VARIANTS) લઈને વિશ્વના ૫૩ દેશોએ એલર્ટ જાહેર કર્યું છે. આ ૫૩ દેશમાં ભારતનો (INDIA) પણ સમાવેશ થઇ ચૂક્યો છે. તેવામાં ૪૦ દિવસ પછી મળનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ (VIBRANT GUJARAT GLOBAL SUMMIT) ઉપર જોખમ ઊભું થશે.

તો રાજ્ય સરકાર પાસે વચ્યુઁઅલ સમિટનો વિકલ્પ પણ ખુલ્લો હોવાનું જાણવા મળ્યું છે. વિશ્વના અનેક દેશોમાં હાલ કોરોનાની ત્રીજી , ચોથી , પાંચમી લહેર ચાલી રહી છે. આ સ્થિતિમાં ભારતમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે રાજ્ય સરકારે પહેલેથી જ દસમી વાઇબ્રન્ટ સમિટ માટે અનેક દેશોના ડેલિગેશનને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ જોડાવા વિનંતી કરી છે.

હાલ આ વેરિઅંટને B.1.1.529 એવું નામ આપ્યું છે. ગુજરાત સરકારમાં ત્રણ દિવસીય વાઇબ્રન્ટ સમિટના આયોજન માટે જેટ વિમાન ગતિએ તૈયારી ચાલી રહી છે. સેક્રેટરીઓની આગેવાનીમાં ડેલિગેશનો વિદેશ જઈ રહ્યા છે. રોડ-શો ચાલી રહ્યા ત્યારે ઉદ્યોગ વિભાગના ટોચના અધિકારીએ કહ્યું , રૂટિન પ્રેક્ટિસ મુજબ સાઉથ આફ્રિકા સહિતના આફ્રિકન દેશોને વાઇબ્રન્ટ સમિટમાં સામેલ થવા પહેલેથી જ આમંત્રણ અપાયું છે.

વાઇબ્રન્ટ સમિટમાં આવનાર ડેલીગેટ સહિતના સ્ટાફ માટે વેક્સિનેશન , કોવિડ-19ની ગાઈડલાઈન , એરપોર્ટ ઉપર ટેસ્ટિંગ સહિતનાં પ્રોટોકોલ અને તકેદારીનો ચુસ્ત અમલ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.