ઓમિક્રોનની દહેશત વચ્ચે ગુજરાતમાં થઈ ચૂકી છે એન્ટ્રી..
“ એટ રિસ્ક ” (AT RISK) દેશોમાંથી આવતાં ૧૬ હજાર પ્રવાસીમાંથી (TOURIST) ૧૮ લોકો કોરોના પોઝિટિવ (CORONA POSITIVE) નીકળ્યાં છે. ત્યારે યુ.કે. (U.K)થી ફલાઈટમાં અમદાવાદ (AHMEDABAD) આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ જીનોમ સિક્વન્સ (GENOME SEQUENCE) માટે રિપોર્ટ મોકલ્યો છે.
ઓમિક્રોનથી દહેશત વચ્ચે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તંત્ર સતર્ક બન્યુ છે.જેમાં યુકેથી ફલાઈટમાં આવેલાં એક પ્રવાસીનો રિપોર્ટ પોઝિટિવ આવ્વો છે. મધરાતે કોરોના ટેસ્ટિંગમાં પ્રવાસી નો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું છે. હાલ દર્દીના જીનોમ સિક્વન્સ માટે રિપોર્ટ મોકલાયો છે. જીનોમ સિક્વન્સસિંગ બાદ કયાં વેરિયન્ટનો પ્રવાસી શિકાર છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થશે.
“ એટ રિસ્ક ” દેશોમાંથી આવતી અત્યાર સુધીની ૫૮ ફલાઈટસનાં ૧૬ હજારપ્રવાસીઓનાં આરટી – પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ પૈકી ૧૮ લોકો કોરોના પોઝિટિવ મળ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.