ઠંડીના માહોલ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં, શુક્રવારે આખો દિવસ વાદળછાયું હવામાન રહ્યું, ડાંગમાં કમોસમી વરસાદના ઝાપટા

શુક્રવારે ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં કમોસમી વરસાદનાં ઝાપટા પડતા શિયાળુ પાકોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ડાંગ જિલ્લામાં શુક્રવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેતા સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. શુક્રવારે મોડી સાંજે 6.30 વાગ્યાનાં અરસામાં ડાંગ જિલ્લાનાં શામગહાન સહીત સરહદીય અને અંતરીયાળ ગામડાઓમાં છૂટક છૂટક કમોસમી વરસાદનાં ઝાપટા પડતા શીતલહેર વ્યાપી જવા પામી હતી.

વલસાડ જિલ્લામાં શુક્રવારે સવારથી જ હવામાનમાં અચાનક આવેલા ફેરફારને લઈ વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું. સર્વત્ર ધુમ્મસ છવાતા ઠંડીની અસર પણ વર્તાઈ હતી. શુક્રવારે ઠંડીનો પારો લઘુત્તમ 11.5 રહ્યો હતો. જ્યારે મહત્તમ તાપમાન 32 અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 90 ટકા અને સાંજે 72 ટકા થઈ ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.