ડાંગના સાપુતારામાં વધતા કોરોનાના કેસને પગલે, ખાતે લારી ગલ્લા , ઢાબાઓ , શોપિંગ સેન્ટર સ્વયંભૂ બંધ રહેશે

ડાંગના સાપુતારામાં વધતા કોરોનાના કેસને પગલે ખાતે લારી ગલ્લા , ઢાબાઓ , શોપિંગ સેન્ટર સ્વયંભૂ બંધ રહેશે. જિલ્લામાં સંક્રમણ ન વકરે તે માટે સ્થાનિક વેપારીઓએ આ નિર્ણય લીધો છે. આગામી 30 એપ્રિલ સુધી સાપુતારા સંપૂર્ણ બંધ રહેશે.

કોરોનાની બીજી લહેર માનવ જીવન માટે ખુબજ ઘાતક સાબિત થઈ રહી છે. જેને જોતા ફરી એકવાર સ્વૈચ્છીક લૉકડાઉન કરવાની ફરજ પડી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સ્વૈચ્છીક લૉકડાઉનને પગલે લોકો હવે જાગૃત બન્યા છે અને કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આવા સમયે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં દિવસે પણ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

બોટિંગ, પેરાગલાઇડિંગના સ્થળો સાથે અન્ય સ્થળો ખંડેર જેવા લાગી રહ્યા છે. તળાવમાં ઉભેલી નાવડીઓમાં કરોળિયાના જાળા લાગવા માંડ્યા છે. સાપુતારામાં જ્યાં દિવસ રાત પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે તેવા મહારાષ્ટ્રને અડીને આવેલા આ બોર્ડરવાળા સ્થળે છેલ્લા કેટલાક દિવસથી સન્નાટો છવાયો છે. બોટિંગ, પેરાગલાઇડિંગના સ્થળો સાથે અન્ય સ્થળો ખંડેર જેવા લાગી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.