ઘણા લોકો વિચાર્યા વગર જ, દર વર્ષે આરોગ્ય વીમાને ,કર્યા રાખે છે રિન્યૂ

આરોગ્ય વીમા (Health Insurance) કવચ ખૂબ મહત્ત્વનું છે. વર્ષે વર્ષે આરોગ્ય વીમો લેવી સારી બાબત છે, પણ ઘણા લોકો વિચાર્યા વગર જ દર વર્ષે આરોગ્ય વીમાને રિન્યૂ  કર્યા રાખે છે.

ચાલો માની લઈએ કે, તમે 23 વર્ષની વયે રૂ. 3 લાખનું કવરેજ ધરાવતી આરોગ્ય પોલિસી લીધી. હવે તમારી ઉંમર 32 વર્ષની છે. તમારા લગ્ન થઈ ગયાં અને બે બાળકો પણ છે. તમે દર વર્ષે પોલિસી રિન્યૂ કરો છો. પણ કવર તો માત્ર 3 લાખ રૂપિયાનું છે.

તમે ભલે તમારા જીવનસાથીનું અને બાળકોનું નામ પોલિસીમાં ચડાવ્યું હોય તો પણ શું ચાર સભ્યોના પરિવાર માટે રૂ. 3 લાખનો આરોગ્ય વીમો પૂરતો છે? ના. તમારે પહેલાં જ રૂ. 10થી રૂ. 15 લાખનો હેલ્થ વીમો વધારી લેવાની જરૂર હતી. દેશમાં સારવારનો ખર્ચ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં વીમા પોલીસી કવરેજ પણ વધારવાની જરૂરિયાત ઊભી થાય છે.

પોલિસીનું મૂલ્યાંકન કરતી વખતે તમે તમારી જાતને આ બે સવાલો પૂછો. શું અત્યારે પરિવારના જેટલા સભ્યો છે તેમના માટે આ રકમ પૂરતી છે? પરિવારના સભ્યોને પોલિસીમાં ઉમેરી રકમ વધારવાનું પસંદ કરશો? એકવાર તમારી આરોગ્ય વીમા કવરેજ આવશ્યકતાનું આકારણી થઈ ગયા પછી તમારે કેટલાક અન્ય પરિબળો ધ્યાનમાં રાખવાની જરૂર છે.

પોલીસી રિન્યૂ કરતી વખતે તાજેતરમાં જે બીમારીથી તમે અથવા તમારા પરિવારના સભ્યો પીડાતા હોય તેની ચોખવટ કરવી જોઈએ. ઘણી વખત લોકો આવી વિગતો છુપાવી રાખે છે. જોકે, ઇન્સ્યોરન્સ કંપનીઓ સમક્ષ પ્રમાણિકતા રાખી વિગતો આપવી જોઈએ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.