કોરોનાના દર્દીની સારવાર કરનારા લાતુરના ડોકટર પર આજે સવારે હોસ્પિટલમાં ધારદાર શસ્ત્રથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ડોકટરને ગંભીર ઇજા થઇ હતી. લાતુરના ઉદગીરમાં ૭૫ વર્ષીય વૃધ્ધાને બે દિવસ અગાઉ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વૃધ્ધનું આજે સવારે હોસ્પિટલમાં મોત નિપજયું હતું. પછી ત્રણ જણ માસ્ક પહેર્યા વિના ઉભા હતા. ડોકટરે તેમને માસ્ક પહેરવા કહ્યું હતું.
ત્યારબાદ ડોકટર દિનેશ વર્મા કોરોનાના દર્દીની તપાસણી કરવા જઇ રહ્યા હતા. તે સમયે ત્રણમાંથી એક આરોપીએ ડોકટરની છાતી, ગળા, હાથ પર ધારદાર શસ્ત્રના ઘા ઝીંકી દીધા હતા. ડોકટરને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટર પર હુમલાની ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સિવાય હોસ્પિટલમાં ડોકટરની સુરક્ષા માટે પોલીસ રાખવાની માગણી કરાય હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.