દર્દીઓની સારવાર કરવાના બદલે ડોક્ટરો હડતાળ પાડી સરકારને ખોટી રીતે દબાવેઃ નીતિન પટેલ

રાજ્યભરમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ઇન્ટર્ન ડોક્ટર્સ આજે હડતાળ પર છે. ઇન્ટર્નશિપ દરમ્યાન આપવામાં આવતા સ્ટાઈપેન્ડ અને પડતી અનેક મુશ્કેલીઓને લઈને ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળ કરી રહ્યા છે ત્યારે આરોગ્ય મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી ડોક્ટરોની હડતાળને અયોગ્ય ગણાવી છે.

રાજ્યભરમાં એમબીબીએસના ઈન્ટર્ન તબીબની હડતાળ મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય મંત્રી નીતિન પટલે ઈન્ટર્ન વિદ્યાર્થીઓની હડતાળને ગેરવ્યાજબી ગણાવી. તેમણે કહ્યું કે ઈન્ટરશીપ કર્યા વગર કોઈ વિદ્યાર્થી ડોક્ટર થઈ શકતો નથી. નીતિને પટેલે વિદ્યાર્થીઓને હડતાળ સમેટી લેવા અપીલ કરી.

નીતિન પટેલે જણાવ્યું કે સરકાર 12 હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ આપે છે. છતાં કપરા સમયે દર્દીઓની સારવાર કરવાના બદલે ડોક્ટરો હડતાળ પાડી સરકારને ખોટી રીતે દબાવે તે યોગ્ય નથી. નીતિન પટેલે જણાવ્યું કે જેઓ ડોક્ટર થઇ ગયા છે તેમણે એમસીઆઇના નિયમ મુજબ ઇન્ટર્નશીપ કરવી ફરજીયાત છે. જો તેઓ ઇન્ટર્નશીપ નહીં કરે તો તેમનું ડોક્ટર તરીકેનું રજિસ્ટ્રેશન નહીં થાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.