દર્દીઓની સારવાર દરમિયાન 52 દેશોના 22,073 હેલ્થકેર વર્કર્સને કોરોનાનો ચેપ: WHO

 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રીપોર્ટ પ્રમાણે દુનિયાના 22,073 હેલ્થકેર વર્કર્સને કોરોનાનો ચેપ લાગ્યો છે. મેડિકલ સ્ટાફને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે તે પાછળ પ્રોટેક્ટિવ સાધનોનો અભાવ મુખ્ય કારણ છે. તે સિવાય પ્રોટેક્ટિવ સાધનો કેવી રીતે પ્રયોજવા તેની સમજનો પણ અભાવ હોવાથી ચેપ લાગી રહ્યો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલમાં કહેવાયું હતું કે દુનિયાના 52 દેશોના 22073 ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને સારવાર દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો. એ પાછળ મેડિકલ સ્ટાફ માટે પ્રોટેક્ટિવ સાધનોનો અભાવ મુખ્ય કારણ છે.

આ ઉપરાંત હેલ્થ કેર વર્કર્સને પ્રોટેક્ટિવ સાધનો કેવી રીતે વાપરવા તે બાબતે યોગ્ય સમજ આપવાની પણ જરૂર હોવા ઉપર ડબલ્યુએચઓએ ભાર મૂક્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ ઉપરાંત તેમના પરિવારજનોની ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે દુનિયાભરના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફના પરિવારો ઉપર કોરોનાનું જોખમ મંડરાઈ રહ્યું છે.

ડબલ્યુએચઓના ડિરેક્ટર જનરલે કહ્યું હતું કે અત્યારની સ્થિતિ જોતાં દર મહિને ઓછામાં ઓછા 10 કરોડ મેડિકલ માસ્કની જરૂર છે. એમાં પણ અઢી કરોડ માસ્ક એન-95 પ્રકારના હોવા જોઈએ. 25 લાખ ટેસ્ટ કિટની પણ મેડિકલ સ્ટાફ માટે જરૂર પડશે. દુનિયાભરના દેશોએ તાત્કાલિક એ દિશામાં યોગ્ય પગલાં ભરવાની પણ તેમણે સલાહ આપી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.