દેશ સહિત ગુજરાતમાં (Gujarat) કોરોનાની સ્થિતિ વણસી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના દર્દીઓના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતના બીજા નંબરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ જામનગર ઉપરાંત આસપાસના અનેક જિલ્લાઓમાંથી આવી રહ્યા છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાત રાજ્યની બીજા ક્રમની ગણાતી ગુરુુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. 1200 બેડની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં હાલ 720 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 250થી 300 જેટલા દર્દીઓ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓના છે.
સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી સહિતના અન્ય જિલ્લાઓમાં થઈ રહેેેેલા કોરોના વિસ્ફોટને લઈને જામનગરની જી.જી.હોસ્પિટલમાં દર્દીઓનો રીતસરનો રાફડો ફાટયો છે.
હાલ જી.જી.હોસ્પિટલમાં વધુ એક 232 બેેડોની ક્ષમતા ધરાવતી સી.વીંગમાં કોવિડ વિભાગ શરૂ કરવો પડ્યો છે. જેમાં 100 જેટલા દર્દીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને દર્દીઓની સંખ્યા જો વધતી જશે તો હોસ્પિટલના અન્ય વિભાગોને પણ ખાલી કરાવી કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા ઉભી કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે.
ખાસ ભરૂચથી ઓક્સિજન મોડી રાત્રે મંગાવવામાં આવી હતી અને જેથી પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજો લગાવવામાંં આવે તો સ્થિતિ ખૂબ જ ખરાબ હોય તેે પ્રકારનુ ચિત્ર સામે આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.