દર્દીઓને એમ્બ્યુલન્સ માટે 48 કલાક રાહ જોવી પડી-HC,આંકડામાં વિસંગતતાને લઈને સરકારે હાઈકોર્ટમાં માફી માગી

ગઇકાલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સોગંધનામું દાખલ કરવામાં આવ્યું હતું ને રાજ્યમાં કોરોના વાયરસને રોકવા માટે શું શું કામ કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે માહિતી આપવામાં આવી હતી ત્યારે આજે હાઇકોર્ટમાં અમદાવાદની ઍમ્બ્યુલન્સનો મુદ્દો પણ ઉછળ્યો હતો.

આજે રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં ગુજરાત સરકારે કહ્યું કે 108નો નિર્ણય તો કૉર્પોરેશનનો હતો અમારો નહીં. કોરોના સમયે નિષ્ફળ રહેલી રાજ્ય સરકારને હાઈકોર્ટે આજે સવાલ કરતાં કહ્યું કે શું રાજ્ય સરકારનો કોર્પોરેશન પર કોઈ અંકુશ નથી? શું સરકાર કોર્પોરેશનની કામગીરી પર નજર નથી રખાતી? અને કોર્પોરેશન રાજ્ય સરકારની પોલિસીનું પાલન કેમ નથી કરતી? દર્દીઓને એમ્બ્યુલન્સ માટે 48 કલાક રાહ જોવી પડી રહી છે.

હાઇકોર્ટે પૂછ્યું કે માગ પ્રમાણે રેમડેસિવિર ઈન્જેક્શન કેમ નથી અપાતા? ઓક્સિજન પ્લાન્ટ કેન્દ્ર સરકારના ફંડમાંથી બની રહ્યા છે પણ રાજ્ય સરકાર પોતાના ખર્ચે ઓક્સિજન પ્લાન ન સ્થાપી શકે? જેના પર AG કમલ ત્રિવેદીએ જવાબ આપ્યો કે ઓક્સિજન પ્લાન્ટ માટે રો-મટીરિયલ ભારતમાં ઉપલબ્ધ નથી અને રો મટીરિયલ વિદેશથી આયાત કરવું પડે છે જેમાં આયાત માટે 2થી 3 મહિનાનો સમય લાગે છે.

અમદાવાદમાં દર્દીઓને સારવાર માટે બેડ નથી મળી રહ્યા ત્યારે આજે સુનાવણીમાં હાઇકોર્ટે રિયલ ટાઈમ બેડ અવેબિલીટી મામલે AMCના વકીલને ખખડાવ્યા હતા. હાઇકોર્ટે કહ્યું કે હોસ્પિટલ આગળ બોર્ડ લગાવવાથી કંઈ નહીં થાય, દર્દીઓને એક હોસ્પિટલતી બીજી હોસ્પિટલ ભટકતા ન છોડી શકાય

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.