અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇકાલ રાતથી કોવિડ દર્દીઓનો સતત ભરાવો થઇ રહ્યો છે અને દર્દીઓને દાખલ કરવામાં પણ લાંબું વેઇટિંગ ચાલી રહ્યું છે. દર્દીઓને ક્યાં દાખલ કરવા અને કેવી રીતે સારવાર શરૃ કરવી તે અંગે પણ ઘણી વિકટ પરિસ્થિતિમાં સિવિલમાં સર્જાઇ છે.
સિવિલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ હવે ફરી કાર્યરત કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડન્ટને શહેરની નવનિર્મિત મંજૂશ્રી કિડની હોસ્પિટલનું સંચાલન પણ આપવામાં આવ્યું છે. આ હોસ્પિટલના ૪૧૯ બેડ કોવિડ સારવાર માટે ફાળવવામાં આવ્યા છે અને તેમાં હજુ ૨૦૦ બેડ ઉમેરવામાં આવ્યા છે.
દર્દીને ક્યાં જગ્યા આપવી તેમજ તેને કોરોના ઉપરાંતની કઇ સમસ્યા છે અને તેની સારવાર આપવી તે મુશ્કેલીભર્યો પ્રશ્ન બન્યો છે. દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે પરંતુ હોસ્પિટલ પાસે મર્યાદિત સ્ટાફ હોવાથી અરાજકતા સર્જાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.