સરકારી કોવિડ હૉસ્પિટલ સહિત,અનેક ખાનગી હૉસ્પિટલને કોરોનાની સારવારની, છૂટ આપવામાં આવી હોવા છતાં, દર્દીઓને હૉસ્પિટલમાં નથી મળી રહી બેડ

સરકારી કોવિડ હૉસ્પિટલ (Covid hosptial) સહિત અનેક ખાનગી હૉસ્પિટલને કોરોનાની સારવારની છૂટ આપવામાં આવી હોવા છતાં દર્દીઓને હૉસ્પિટલમાં બેડ નથી મળી રહી. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરની ત્રણ હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી. એસ. હૉસ્પિટલ ,શારદા હોસ્પિટલ ,અને એલ. જી. હૉસ્પિટલ ,ને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે.

આ માટે ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે કે, શહેરમાં એસ.વી.પી સહિત મોટાભાગની ખાનગી હૉસ્પિટલોને કોવિડ ડેઝીગનેટેડ કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે.

કૉંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને તેમના સંપર્કમાં આવેલા લોકોને હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી છે. હાલ તેઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે હોમ આઇસોલેટ થયા છે. તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.