સુરતના નાનાં વરાછા ખાતે શરૂ કરાયેલા કોવિડ આઇસોલેશન સેન્ટરમાં અનોખી રીતે મનોરંજન, ભક્તિ અને હળવાશ રીતે સારવાર આપવામાં આવી છે.
ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ની અછત શરૂ થઈ હતી.સાથે આ ડોક્ટરો અને નર્સો પણ સંક્રમિત થતા સ્ટાફની પણ તંગી જોવા વર્તાઈ રહી છે. જેને પગલે હવે સુરતમાં જુદા જુદા વિસ્તારમાં જુદાજુદા રાજકીય આગેવાનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા 15 જેટલા કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
સુરતના નાના વરાછા SMC કોમ્યુનિટી સેન્ટરમાં સ્થાનિક કોરોરેટર અને યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા આઇસોલેશન અનોખી સારવાર જોવા મળી હતી. આપણે જાણીએ છીએ કે કોરોનાની સારવારમાં દર્દીઓને સૌથી મોટી તકલીફ પરિવારથી દૂર રહી એકલતાને લઈ દર્દીઓ માનસિક તણાવ અનુભવે છે
સ્થાનીક કોર્પોરેટર મહેશભાઈ અણધણ અને યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા આ આઇસોલેશન સેન્ટરમાં મનોરંજન, ભક્તિ અને દર્દીઓને હળવાશ સાથેની અનોખી સારવાર આપવામાં આવી રહી છે. જી હા હાલ ચૈત્રી નવરાત્રી શરૂ ચાલી રહી છે ત્યારે દર્દીઓને સારવાર સાથે ગરબાની મોજ કરાવી હતી.
હનુમાનજી ની આરતી બાદ આ આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓ માટે હાસ્ય કલાકાર ઘનશ્યામનો ડાયરો પણ રાખવામાં આવ્યો હતો. જેના દ્વારા સારવાર લઈ રહેલા દર્દીઓ પોતાનું દુઃખ અને માંદગી થોડી વાર ભૂલી માનમૂકી હસ્યા હતા.સાથે એકલતા અને માનસિક તણાવ અનુભવતા દર્દીઓ હળવાફૂલ થઈ ગયા હતા.
ખરેખર કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સારવાર સાથે માનસિક શક્તિ વધારવાની પણ ખૂબ જરૂર હોય છે.અનેક એવા કિસ્સોમાં તો દર્દી માનસિક રીતે નાસીપાસ થઈ જાય છે જેને લઈ તેનું મૃત્યુ થતું જોવા મળ્યું છે અને કેટલાક કિસ્સોમાં દર્દી ખૂબ વધુ કોરોનામાં સંક્રમિત હોય પરંતુ માનસિક જ્યારે મજબૂત હોય છે ત્યારે તે કોરોનાસામે જંગ જીતીને આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.