કેન્દ્ર સરકાર શ્રમ સુધારાની દિશામાં શ્રેણીબદ્ધ પગલાં લઇ રહી છે. આ માટે સરકારે નવો વેજ કોડ ડ્રાફ્ટ રજૂ કર્યો છે. આ વેજ કોડમાં કામદારો અને કર્મચારીઓ માટેના કામના કલાકો, કેટેગરી વગેરેના પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા છે. શ્રમ મંત્રાલયે આ વેજ કોડ પર તમામ સંબંધિત પક્ષોને તેમનાં સૂચનો આપવા જણાવ્યું છે.
વર્તમાન સમયમાં કેટલીક કંપનીઓ પોતાના કર્મચારીઓને આપવામાં આવતા પગારની સ્લિપ આપતી નથી. તેનાથી કર્મચારીઓ પાસે આવકનો કોઇ પુરાવો હોતો નથી. આ સમસ્યા દૂર કરવા હવે નવા વેજ કોડ ડ્રાફ્ટમાં ફરજિયાત રીતે સેલરી સ્લિપઆપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. આમ, હવે આ નવા કાયદાના પગલે દરેક કંપનીએ ફરજિયાતપણે પોતાના કર્મચારીઓને સેલરી સ્લિપ આપવી પડશે.
આ વેજ કોડ ડ્રાફ્ટમાં જણાવાયું છે કે કંપનીઓએ સેલરી સ્લિપઇલેક્ટ્રોનિક ફોર્મેટ અથવા સેક્શન ૫૦ના સબસેક્શન ૩માં આપવામાં આવેલ ફોર્મ ૫નાં ફોર્મેટમાં સેલરી સ્લિપ આપવી પડશે. ડ્રાફ્ટમાં સેલરી સ્લિપ પગારની ચુકવણી વખતે અથવા તેના પહેલાં આપવાની દરખાસ્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત સરકાર દેશમાં તમામ પ્રકારની નોકરીઓનું અનસ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ અને હાઇલી સ્કિલ્ડ કેટેગરીમાં વિભાજન કરવા જઇ રહી છે અને તેના આધારે તમામ નોકરીઓ માટે લઘુતમ મજૂરી નક્કી કરવામાં આવશે.
શ્રમ અને રોજગાર મંત્રાલયે મજૂરી (કેન્દ્રીય) નિયમાવલી-૨૦૧૯નો એક મુસદ્દો ઇશ્યૂ કર્યો છે અને તેના પર સામાન્ય લોકોની કોમેન્ટ્સ મંગાવવામાં આવી છે. સરકારનું માનવું છે કે તેનાથી વિવિધ નોકરીઓમાં મજૂરી નક્કી કરવાને લઇ મનમાની અટકી જશે. આ મુસદ્દામાં ૬૮૧ રોજગારને લિસ્ટ કરવામાં
આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.