દરેક દિવસ માતાને જ હોય છે સમર્પિત,પણ વર્ષમાં એક દિવસ ઉજવાતો હોય છે મધર્સ ડે ના નામે

આજે વાત કરવી છે એક એવી મજબૂર માતાની. જે તેના કાળજાના કટકાને બાંધીને રાખવા મજબૂર બન્યા છે.

જન્મતાથી સાથે નોન રિસ્પોન્સિવ એપીલેપ્સી નામની બીમારીથી પીડાતા શુભમનું ધ્યાન રાખવું સાથે ઘરકામ પણ કરવું માતા માટે અઘરું પડતું હોવાથી તે શુભમને આવી રીતે બાંધીને રાખવા મજબૂર છે.

સુરતના કિમ ખાતે રહેતો પઢીયાર પરિવાર તેના એક પુત્રને લઇને કાયમ ચિંતામાં રહે છે અલભ્ય બીમારીથી પીડાતા શુભમ માટે પઢીયાર પરિવારના બીજા દીકરાનો અંગ્રેજી માધ્યમનો અભ્યાસ પણ છૂટી ગયો કેમ કે પરિવાર આર્થિક રીતે સંકડામણમાં આવી ગયો છે

ત્યારે શુભમને કાબૂ રાખવા એક મા તેના દીલના ટુકડાને દોરડે બાંધીને રાખવા મજબૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.