‘દરેક કામ સરકાર કરે તેવો આગ્રહ ન રાખવો..’ જળસંચય કાર્યક્રમમાં CR પાટીલનું નિવેદન…

સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જળસંચય માટે જનભાગીદારી જરૂરી છે. તેમજ અટલજીએ કહ્યું હતું કે, ત્રીજુ વિશ્વયુદ્ધ પાણી માટે થશે. ભારત પાણી માટે યુદ્ધમાં ન જોડાય તેવું કામ કરીએ.

ભૂગર્ભ જળ સંચયને લઈને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું. સુરતમાં શ્રી શ્રી રવિશંકરનાં કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, શ્રી શ્રી રવિશંકર દ્વારા યમુના નદી માટે ખૂબ સારૂ કામ કરવામાં આવ્યું છે. યમુના નદીને કોઈ નુકસાન ના થાય તેની ચિંતા કરી હતી.

તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેચ ધ રેન કાર્યક્રમ આપ્યો છે. જેના થકી ગામમાં વહી જતા પાણીને ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીએ પાણીનો સંચય કરવા માટે આગ્રહ કર્યો છે. દરેક કામ સરકાર કરે એવો આગ્રહ ન રાખવો જોઈએ. જળ સંચય માટે જન ભાગીદારી સાથે કામ કરવું જોઈએ. સુરત શહેર અને ગુજરાત મોડલ ઉપર જળ સંચયનું કામ થઈ રહ્યું છે.

આટલો મોટો લક્ષ સરકાર એકલું નહીં કરી શકેઃ સી.આર.પાટીલ

રાજસ્થાનમાં 1 લાખ 60 હજાર બોર કરવાનો નિર્ણય કરાયો છે. બિહારનાં 4 જીલ્લાઓમાં જળસંચયનું કામકાજ ચાલી રહ્યું છે. આટલો મોટો લક્ષ સરકાર એકલું નહી કરી શકે. અટલ બિહારી વાજપેયીએ સુરતમાં કહ્યું હતું કે, ત્રીજુ વિશ્વયુદ્ધ થશે તો એ પાણી માટે થશે. પાણી માટે ત્રીજુ વિશ્વયુદ્ધ થાય તો પણ ભારત ત્રીજુ વિશ્વયુદ્ધમાં નહીં જોડાય તેવું કામ કરવું છે. તમામ લોકોએ ગામ-શહેરનું પાણી ભૂગર્ભમાં ઉતારવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.