જીવનમાં આવતાં દરેક આવર્તન સારાં જ હોય, એવું માનવું કે ઇચ્છું સારું છે, પણ એવું હોય જ એ સત્ય નથી. સંજોગો તો પર્વતસમા છે. પર્વતમાં ચઢાવ-ઉતારવાળા ઢાળ હોય છે. કયાંક ખાડા-ખીણો તો કયાંક ટેકરા કે શિખરો. આ ચઢાવ – ઉતાર જીવનમાં પણ છે. એવું નામ જ સંજોગો છે અને સંજોગો પણ સ્થાયી નથી. એ બદલાતા રહે છે.
આજે ચોમેર નિરાશા ( despair) નું વાતાવરણ જોવા મળે છે. કેટલાય લોકો હતાશા ( hoprless) થી પીડાઇ રહ્યા છે, ત્યારે આપણી આસપાસ આશાવાદી ( optimistic) વાતાવરણ પેદા કરવાની જરૂર છે. દરેક કાળા વાદળોને સોનેરી કિનારી હોય છે. એમ કહેવાય છે એ મુજબ કપરા સંજોગોની બીજી બાજુ સારા સંજોગો પણ છે.
સમય ગમે તેવો આવે હિંમત ન હારવી, અને સંજોગો સામે લડવા કટીબધ્ધ રહેવું એ જ જીતનું સત્ય છે. આ અંધકાર પણ એકદિ’ હટી જશે. સોનેરી દિવસો તમારી રાહ જોઇ રહ્યા છે. આશાવાદી માણસ જ હંમેશાં કોઇપણ યુદ્ધ જીતે છે. જીતવા માટે આશાવાદી હોવું અત્યંત જરૂરી છે. હારને નજીક ન આવવા દેવી હોય તો આશાનું શસ્ત્ર ધારદાર કરીને સાથે રાખો. મહામારીથી ડરીને નહીં લડીને બહાર આવવાનું છે. એ લડત આપણી શિસ્તબધ્ધ હોવી જોઇએ. યાદ રાખવું કે સદ્કર્મ જ માણસને તારી શકે છે
માનવતા દાખવવી એટલે અન્યને જીવવાનું પ્રેરક બળ પૂરું પાડવું. મદદરૂપ થવું. માનવીય સંવેદના જ ગમે તેવા સંજોગોમાંથી માણસને બહાર કાઢે છે. જો આપણે સંવેદનશીલતા ગૂમાવી દઇશું, કે નિષ્ઠુર થઇ જઇશું, તો આપણે માનવી નહીં રહીએ, અરે પશુ પણ નહીં રહીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.