સુરત: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાના અંતિમ દિવસે ઉમેદવારી કરવા માટે અપેક્ષા મુજબ જ રાજકીય પક્ષો તેમજ અપક્ષોએ ભારે ધસારો કરી મૂક્યો હતો અને તેના પ્રતાપે જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 30 વોર્ડની 120 બેઠકો માટે સુરતના જુદા જુદા 15 રિટર્નિંગ ઓફિસરસર્સ સમક્ષ કુલ 1,357 જેટલા વિક્રમી સંખ્યામાં ઉમેદવારીપત્રો ભરાઇને આવ્યા છે.
કેટલાક ઉમેદવારો તો ભીડ થઇ જશે અને રહી જઇશું એવા ડરથી કચેરીઓ શરૂ થાય એ પહેલાથી જ રિટર્નિંગ ઓફિસરની ઓફિસ પર પહોંચી ચૂક્યા હતાં. તો બીજી તરફ રાજકીય પક્ષોના નેતાઓ મેન્ડેટ લઇને અધિકારીઓને મળવા દોડી ગયા હતાં. સવારે સાડા દસથી શરૂ થયેલી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયામાં આખો દિવસ દરેકે-દરેક વોર્ડમાં ઉમેદવારી કરવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો.
સુરત સિટી પ્રાંત ઓફિસર સંજય રજવાડીએ સવારથી ઉમેદવારીપત્રકો સ્વીકારવા માટે અલાયદા ટેબલ ગોઠવી વ્યવસ્થા કરી હતી. જેને પગલે સવારથી દરેક ઉમેદવારના ફોર્મ જોઇ જે કવેરી રેઝ થઇ હતી તે અંગે જાણ કરી હતી.
જેમ જેમ જે ઉમેદવારના ફોર્મમાં કોઇ ડોકયુમેન્ટસ ઘટે તો તેમને સવારથી ચેક કરી તાકિદે જમા કરાવવા તક આપી હતી. જેને પગલે સિટી પ્રાંત કચેરીએ ઝડપથી કામગીરી પૂરી કરી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.