કોરોના સંકટ વચ્ચે સાઈબર ક્રાઈમમાં ઘણો વધારો થયો છે. તાજેતરમાં જ એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાયબર ફ્રોડ કોવિડ-19 થી સાજા થનારા રોગીઓના રક્ત પ્લાઝમાને ગેરકાયદેસર રીતે ડાર્ક નેટ પર વેચતા પકડાયા છે. સાયબર ક્રાઈમ કરનારા પ્લાઝમાને કોરોના વાઈરસ સંક્રમણના ચમત્કારિક સારવાર તરીકે પ્રચાર કરી રહ્યા હતા. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.
ભારત સહિત અન્ય દેશોમાં કોવિડ-19ના ગંભીર મામલે સારવાર માટે પ્રાયોગિક આધારે પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. સાજા થયેલા દર્દીઓના પ્લાઝમાને ડાર્ક નેટ પર ચમત્કારિક સારવાર તરીકે પ્રચારિત કરીને આને વેચવા માટે રજૂ કરી રહ્યા છે.
દેશમાં પહેલીવાર, મહારાષ્ટ્ર સાયબર પોલીસ આપત્તિજનક સામગ્રી ઑનલાઈન પ્રસારિત કરનાર IPC ની કલમ 149 હેઠળ નોટીસ મોકલી રહી છે. કલમ 149 પોલીસને સંભાવિત ગુનાને રોકવા માટે પગલા ઉઠાવવા માટે સક્ષણ બનાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.