મોટાભાગે બધા જાણે જ છે કે દરરોજ એક સફરજન ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ તેમછતાં ઘણા ઓછા લોકો જ દરરોજ સફરજન અથવા ફળોનું સેવન કરે છે. યોગ્ય સમયે દરરોજ સફરજન ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, શરીર કેટલીય ગંભીર બીમારીઓથી પણ બચી શકે છે. એટલા માટે દરરોજ એક સફરજનનું સેવન ચોક્કસથી કરવું જોઇએ. જાણો, દરરોજ એક સફરજનનું સેવન તમને કેટલો ફાયદો પહોંચાડી શકે છે.
દરરોજ એક સફરજન ખાવાથી મગજ સ્વસ્થ રહે છે
તજજ્ઞો અનુસાર, સફરજન ખાવાથી મગજ સ્ફૂર્તીથી કામ કરે છે. સફરજનમાં મળી આવતાં પોષક તત્ત્વ પ્લેઝર હૉર્મોન્સનું સ્તર બનાવી રાખે છે, જેનાથી આપણે ખુશ રહી શકીએ છીએ અને માનસિક તણાવ થતું નથી. દરરોજ એક સફરજનનું નિયમિત રીતે સેવન કરવાથી યાદશક્તિને સંબંધિત સમસ્યાઓ સર્જાતી નથી.
સફરજન ખાવાથી હાર્ટ પ્રોબ્લેમ્સ થતા નથી
જે લોકો દરરોજ સફરજનનું સેવન કરે છે, તેમને હૃદયની બીમારીઓનું જોખમ ખૂબ જ ઓછું રહે છે. નિયમિત રીતે સફરજન ખાવાથી કૉલેસ્ટ્રોલનું સ્તર જળવાઇ રહે છે, જેનાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે.
સફરજનનું સેવન કેન્સરથી બચાવે છે
સફરજનમાંથી મળી આવતા પોષક તત્ત્વ આપણા શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢતા રહે છે, જેના કારણે આપણું શરીર બેક્ટેરિયાના સંક્રમણથી બચી શકે છે. સફરજન ખાતાં લોકોમાં કેન્સર થવાની શક્યતાઓ પણ ઓછી થઇ જાય છે. નિયમિત રીતે સફરજન ખાવાથી કેન્સર સેલ્સ સરળતાથી બની શકતા નથી.
સફરજનનું સેવન કરવાથી આપણે આપણા વજનને પણ કંટ્રોલમાં રાખી શકીએ છીએ. સફરજનના નિયમિત સેવનથી શરીરમાં વધારાની ચરબી જમા થઇ શકતી નથી અને લોહીનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે. જે લોકો પોતાનું વજન ઘટાડવા માંગે છે સફરજન તેમના માટે એક યોગ્ય સ્વાસ્થ્ય વિકલ્પ છે.
સફરજનને હંમેશા તેની છાલ સાથે ખાવું જોઇએ
સફરજનને હંમેશા છાલ સહિત જ ખાવું જોઇએ. એક દિવસ માટે એક સફરજન ખાવું જોઇએ. સફરજનને ક્યારેય પણ ખાલી પેટ ન ખાવું જોઇએ તેનાથી તમને અપચાની સમસ્યા થઇ શકે છે. સવારમાં નાશ્તાના 1 કલાક પછી અથવા તો દિવસમાં લંચ કર્યાના 1-2 કલાક પછી તમે સફરજનનું સેવન કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.